SCના આદેશ બાદ ભારતીય સેનામાં 39 મહિલા અધિકારીઓને મળ્યું સ્થાયી કમિશન

SCના આદેશ બાદ ભારતીય સેનામાં 39 મહિલા અધિકારીઓને મળ્યું સ્થાયી કમિશન


નવી દિલ્હી, તા. 29 ઓક્ટોબર 2021, શુક્વાર

ભારતીય સેનાએ શુક્રવારે ​​39 મહિલા અધિકારીઓને કાયમી કમિશન આપ્યું છે. સુપ્રીમ કોર્ટે સેનાને 1 નવેમ્બર સુધીમાં તેમને કાયમી કમિશન આપવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે સાત વર્કિંગ દિવસની અંદર સ્થાયી કમિશન આપવાનો હુકમ કર્યો હતો.  

સુપ્રીમ કોર્ટે સરકારને જણાવ્યું હતું કે આ સંબધિત આદેશ જલ્દીથી બહાર પાડવામાં આવે, સુપ્રીમ કોર્ટે 25 અન્ય મહિલા ઓફિસરોને સ્થાયી કમિશન ન આપવાના કારણો વિશે વિસ્તૃત જાણકારી આપવાનો પણ નિર્દેશ કર્યો છે. 

કેન્દ્ર સરકારે કોર્ટમાં જણાવ્યું કે 71માંથી 39ને સ્થાયી કમિશન આપવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટેમાં ASG સંજય જૈને જણાવ્યું કે 72માંથી એક મહિલા ઓફિસરે સર્વિસમાંથી રિલીઝ કરવાની અર્જી કરી છે. આ માટે સરકારે 71 મામલાઓ પર ફરીથી વિચાર કર્યો છે.

સ્થાયી કમિશનનો અર્થ સેનામાં રિટાયરમેન્ટ સુધીની કારકિર્દી છે, જ્યારે કે શોર્ટ સર્વિસ કમિશન 10 વર્ષની હોય છે. જેમાં અધિકારી પાસે 10 વર્ષના અંતમાં સ્થાયી કમિશન છોડવાનો અથવા તો પસંદ કરવાનો વિકલ્પ રહે છે. જો કોઈ અધિકારીને સ્થાયી કમિશન નથી મળતું તો તે અધિકારી ચાર વર્ષનું એક્સ્ટેન્શન પસંદ કરી શકે છે.

શા માટે 71 માંથી 39 કાયમી કમિશન?
આ નામોમાંથી 39 કાયમી કમિશન માટે પાત્ર હોવાનું જાણવા મળ્યું છે. કેન્દ્રએ જણાવ્યું હતું કે 71માંથી 7 તબીબી રીતે અયોગ્ય છે, જ્યારે 25માં અનુશાસનહીનતાના ગંભીર કેસો છે અને તેમનું ગ્રેડિંગ નબળું છે. કુલ 71 મહિલા શોર્ટ સર્વિસ કમિશન અધિકારીઓ, જેમને કાયમી કમિશન આપવા માંથી બાકાત કરી દીધા હતા, તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. 1 ઓક્ટોબરે કોર્ટે સરકારને કહ્યું હતું કે કોઈ પણ અધિકારીને સેવામાંથી મુક્ત ન કરો.

Share: