રશિયામાં કોરોનાનો કહેર : રેકોર્ડ સંખ્યામાં નવા કેસ નોંધાયા, 11 દિવસનું લોકડાઉન

રશિયામાં કોરોનાનો કહેર : રેકોર્ડ સંખ્યામાં નવા કેસ નોંધાયા, 11 દિવસનું લોકડાઉન

– એક જ દિવસમાં 40 હજારથી વધુ નવા કેસ અને 1159ના મોત નીપજ્યાં

મોસ્કો, તા. 28, ઓક્ટોબર, 2021, ગુરૂવાર

રશિયામાં જીવલેણ કોરોનાની બીજી લહેરએ કહેર વરસાવાનું શરૂ કરી દીધું છે.  છેલ્લા 24 ક્લાકમાં કોરોનાના 40 હજારથી વધુ નવા મામલાઓ સામે આવ્યા છે. જે કોરોના મહામારીની શરૂઆત પછીના સૌથી વધુ સંખ્યા છે, બીજી તરફ 1159 લોકો જીવ પણ જતા રહ્યા છે. કોરોના પર કાબુ મેળવવા માટે પુતિન સરકારે 11 દિવસનું લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે.

ગુરુવાર 28 ઓક્ટોમ્બરથી રશિયામાં સ્કૂલ, કોલેજ, મોલ, રેસ્ટોરેન્ટ સહિત બજારો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું કે રશિયાના 85 એ ક્ષેત્રો જે વિશેષ રૂપથી ગંભીર છે ત્યા કામકાજ પણ પહેલેથી જ ઠપ છે અને રજાઓ સાત નવેમ્બર પછી પણ વધારી શકાય છે. સરકારે માત્રને માત્ર દવા દુકાને અને જીવન જરૂરીયાતની દુકાનો ખોલવાની છૂટ આપી છે. 

2,30,000 હજારથી વધુ મોતની સાથે રશિયામાં ગંભીર રીતે કોરોનાની ચપેટમાં આવેલા દેશની યાદીમાં સામેલ થઇ ગયું છે. રશિયામાં અત્યારે 32 ટકા વસ્તીને જ રસીના બંને ડોઝ મળ્યાં છે. કોરોનાના વધતા કેસને લઇને પુતીને 30 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી પેઇડ રજા આપી છે. હાલ રશિયાની સ્થિતિ ચિંતાજનક છે. રશિયામાં પહેલી અને બીજી લહેરમાં અત્યાર સુધીમાં 4 લાખથી વધુના મોત નીપજ્યાં છે.

Share: