5000 KM સુધીની મારક ક્ષમતા ધરાવતી Agni-5 મિલાઇલનું સફળ પરીક્ષણ, ચીની ઉંઘ ઉડી

5000 KM સુધીની મારક ક્ષમતા ધરાવતી Agni-5 મિલાઇલનું સફળ પરીક્ષણ, ચીની ઉંઘ ઉડી

નવી દિલ્હી, તા. 27 ઓક્ટોબર 2021, બુધવાર

ભારતે જમીનથી જમીન પર વાર કરતી બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-5નું બુધવારે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલને એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી લોન્ચ કરવામાં આવ્યું છે. આ મિસાઈલની રેન્જ 5000 કિમી છે. આ સાથે ભારતીય સેનાની તાકાત વધુ વધી છે. 

આજે સાંજે 7.50 કલાકે અગ્નિ-5 મિસાઇલને લોન્ચ કરવામાં આવી હતી. પરીક્ષણને લઇને ચીને વિરોધ પણ વ્યક્ત કર્યો છે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેમની નીતિ એ જ રહેશે કે પહેલા કોઈપણ હથિયારનો ઉપયોગ કરવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં ભારત પોતાની તાકાત વધારવા પર જ પૂરો જોર આપશે. કહેવામાં આવી રહ્યું છે કે અગ્નિ 5ની એન્ટ્રી સાથે ભારતની સૈન્ય તાકાત ઘણી વધી ગઈ છે. ચીનથી લઈને પાકિસ્તાન સુધી બધાની ઉંઘ ઉડી ગઈ છે.

અગ્નિ 5 મિસાઇલનું એન્જિન ત્રણ તબક્કાના ઘન ઈંધણથી બનાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં તેની ક્ષમતા અને સચોટતા અન્ય મિસાઇલો કરતાં વધુ હશે.

આ પરિક્ષણ ન થાય એટલા માટે ચીન ઘણા દિવસથી આંતરરાષ્ટ્રીય મંચ પર કાગારોળ મચાવી રહ્યું હતુ. ચીને છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘ સુધી આ મિસાઈલનું પરીક્ષણ રોકવા માટે ફરિયાદ કરી હતી. એ વચ્ચે પણ ભારતે 23 સપ્ટેમ્બરે મિસાઈલ પરીક્ષણ કરવાનું નિર્ધારિત કરી લીધું હતુ. જો કે હવે આજે એટલે 27 ઓક્ટોબરના રોજ અગ્નિ 5નું સફળ પરીક્ષણ થયું છે. 

આ પરીક્ષણથી ચીનની ઉંઘ હરામ થઇ ગઇ છે. આ પરિક્ષણ પછી ભારત અગ્નિ-5નું જથ્થાબંધ ઉત્પાદન કરી સૈન્યમાં શામેલ કરશે. આ મિસાઇલનું પરીક્ષણ સફળ થયા પછી ભારતીય સંરક્ષણ ઇતિહાસમાં નવું પ્રકરણ ઉમેરાયું છે. અગ્નિ-5ના કારણે કોઈ પણ દેશ ભારત પર હુમલો કરતા પહેલા એક બે નહીં પણ હજાર વખત વિચાર કરશે. જેના કારણે અગ્નિ-૫ને ‘શાંતિનું શસ્ત્ર (વેપન્સ ઓફ પિસ)’ પણ કહેવામાં આવે છે.

Share: