કેન્દ્ર સરકારના લાખો સરકારી કર્મચારીઓને દિવાળી ગિફ્ટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

કેન્દ્ર સરકારના લાખો સરકારી કર્મચારીઓને દિવાળી ગિફ્ટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

નવી દિલ્હી,તા.21 ઓકટોબર 2021,ગુરૂવાર

કેન્દ્ર સરકારના લાખો સરકારી કર્મચારીઓને સરકારે દિવાળીના તહેવારો પહેલા જ દિવાળી ગિફ્ટ આપી છે.

કેન્દ્રીય કેબિનેટે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો છે. જેનાથી પચાસ લાખ જેટલા સરકારી કર્મચારીઓને ફાયદો થશે. સરકાર દ્વારા હજી સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે.

મોંઘવારી ભથ્થુ કર્મચારીઓને વેતનના આધારે આપવામાં આવતુ હોય છે. શહેરી, અર્ધ શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં નોકરી કરતા કર્મચારીઓ માટે અલગ અલગ મોંઘવારી ભથ્થુ હોય છે. તેની ગણતરી મૂળ પગાર પર થાય છે. મોંઘવારી ભથ્થુ ગણવા માટે એક ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. જે બજારમાં મોંઘવારીના પરિબળોને ગણતરીમાં લે છે.

દેશમાં જે રીતે મોંઘવારી વધે તેના આધારે સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ આપવામાં આવતુ હોય છે. જેનો લાભ કેન્દ્ર સરકારના, પબ્લિક સેક્ટરના કર્મચારીઓ તેમજ પેન્શનરોને મળતો હોય છે.

ભારતમાં મોંઘવારી ભથ્થુ આપવાની શરૂઆત 1972થી કરાઈ હતી. જેની શરૂઆત મુંબઈથી થઈ હતી અ્ને પછી આખા દેશમાં તે લાગુ કરાયુ હતુ.

Share: