હિન્દુ-સિખના મોત પર કેટલા તત્વો ચૂપ રહે છે, માનવાધિકાર પર બોલ્યા પીએમ મોદી

હિન્દુ-સિખના મોત પર કેટલા તત્વો ચૂપ રહે છે, માનવાધિકાર પર બોલ્યા પીએમ મોદી

નવી દિલ્હી,તા.12 ઓક્ટોબર 2021,મંગળવાર

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના સ્થાપના દિવસ નિમિત્તે પીએમ મોદીએ કાશ્મીરમાં હિન્દુઓ અને સિખોની હત્યા પર મૌન રહેતા તત્વોને આડકતરી રીતે ફટકાર લગાવી હતી.

આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યુ હતુ કે, છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોએ પોત પોતાની રીતે માનવાધિકારની વ્યાખ્યા પોતાના હિતને ધ્યાનમાં રાખીને કરવા માંડી છે. એક પ્રકારની ઘટના બને તો કેટલાક લોકોને માનવ અધિકારોનો ભંગ થતો હોવાનુ લાગે છે તો બીજી પ્રકારની ઘટનામાં લોકોને માનવાધિકારનો ભંગ થતો નથી દેખાતો. આ પ્રકારની માનસિકતા માનવાધિકારને નુકસાન પહોંચાડી રહી છે.

તેમણે કહ્યુ હતુ કે, એક સમયે જ્યારે આખી દુનિયા વિશ્વ યુધ્ધની હિંસામાં સળગી રહી હતી ત્યારે ભારતે પૂરી દુનિયાને અધિકાર અને અહિંસાનો માર્ગ બતાવ્યો હતો. બાપૂને દેશ જ નહીં પણ આખુ વિશ્વ માનવાધિકારો અને માનવીય મુલ્યોના પ્રતિક તરીકે જુએ છે. ભારત માનવાધિકારો પ્રત્યે હંમેશા સંવેદનશીલ રહ્યુ છે.

Share: