×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગાંધીનગર કોર્પોરેશનમાં ભારે બહુમતીથી ભાજપ જીત તરફ, કોંગ્રેસ અને AAPના સૂપડા સાફ


ગાંધીનગર, તા. 5. ઓક્ટોબર, 2021 મંગળવાર

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી બાદ આજે મતગણતરી ચાલી રહી છે અને  શરુઆતની મતગણતરીના ટ્રેન્ડને જોતા ભાજપ 10 વર્ષમાં પહેલી વખત પાટનગરમાં સ્પષ્ટ બહુમતી સાથે સત્તા મેળવવા જઈ રહ્યુ છે.

બીજી તરફ કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે અને આમ આદમી પાર્ટીનો પણ કરુણ રકાસ થયો છે.બપોરના 12 વાગ્યાના આંકડા પ્રમાણે ગાંધીનગરની 44 બેઠકો પૈકી 35 બેઠકો પર ભાજપ આગળ છે અને 2 બેઠક પર કોંગ્રેસને અને એક બેઠક પર આમ આદમી પાર્ટીને સરસાઈ મળેલી છે.

ગાંધીનગરની ચૂંટણી માટે 56 ટકા મતદાન થયુ હતુ.ભાજપના પ્રમુખ સીઆર પાટીલ તેમજ નવા વરાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો વિષય હતી.જોકે આ લિટમસ ટેસ્ટમાં તેઓ પાસ થયા હોવાનુ દેખાઈ રહ્યુ છે.

ગાંધીનગરમાં ભવ્ય જીત મળતી દેખાઈ રહી હોવાથી ભાજપમાં ખુશી જોવા મળી રહી છે. પ્રદેશ કાર્યાલય કમલમ પર ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવાની જાહેરાત થઈ છે.