મુંબઈમાં 32 વર્ષીય મહિલા સાથે નિર્ભયા જેવી હેવાનિયત, સારવાર દરમિયાન રેપ પીડિતાએ તોડ્યો દમ

મુંબઈમાં 32 વર્ષીય મહિલા સાથે નિર્ભયા જેવી હેવાનિયત, સારવાર દરમિયાન રેપ પીડિતાએ તોડ્યો દમ


– આરોપી મોહિત ચૌહાણે (45) દુષ્કર્મ બાદ મહિલા સાથે ખરાબ રીતે મારપીટ કરી હતી અને લોખંડના સળિયા વડે પણ હુમલો કર્યો હતો

નવી દિલ્હી, તા. 11 સપ્ટેમ્બર, 2021, શનિવાર

મુંબઈના સાકીનાકા વિસ્તારમાં દુષ્કર્મનો શિકાર બનેલી પીડિતાએ શનિવારે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો અને તેનું મૃત્યુ થયું છે. ઘાટકોપરની રાજાવાડી હોસ્પિટલમાં 32 વર્ષીય દુષ્કર્મ પીડિતાની સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલ પ્રશાસને પણ પીડિતાના મૃત્યુની પૃષ્ટિ કરી દીધી છે. 

આ ઘટના મુંબઈના સાકીનાકા વિસ્તારમાં બની હતી. ત્યાંના ખૈરાની રોડ પર એક 32 વર્ષીય મહિલા સાથે પહેલા દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને રાપ બાદ આરોપીએ તેના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખી દીધો હતો. મહિલાને ખૂબ જ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી અને પોલીસે આરોપી મોહિત ચૌહાણની ધરપકડ કરી લીધી છે. 

મહિલાની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી અને તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. મુંબઈના મેયર શનિવારે ઘાટકોપરની રાજાવાડી હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમણે પીડિતાના ખબર પુછ્યા હતા. 

ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા 

દુષ્કર્મની ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. તેમાં જોઈ શકાય છે કે, આરોપી મોહિત ચૌહાણે (45) દુષ્કર્મ બાદ મહિલા સાથે ખરાબ રીતે મારપીટ કરી હતી. તેણે લોખંડના સળિયા વડે પણ હુમલો કર્યો હતો. ત્યાર બાદ તેણે મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં અનેક વખત લોખંડનો સળિયો નાખ્યો હતો. ત્યાર બાદ તેણે મહિલાને ટેમ્પોમાં નાખી હતી અને ભાગી ગયો હતો. 

15 મિનિટ બાદ ત્યાંથી પસાર થઈ રહેલી એક વ્યક્તિએ મહિલાને લોહીથી લથપથ હાલતમાં બેભાન જોઈ હતી. ત્યાર બાદ તેણે મુંબઈ પોલીસને ફોન કર્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે સીસીટીવી ફુટેજ આરોપી સામેના ખૂબ જ મહત્વના પુરાવા સમાન છે. 

Share: