×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રેકોર્ડતોડ વધારો ચાલુઃ પહેલી વખત 58 હજારને પાર ખુલ્યો સેન્સેક્સ, નિફ્ટી પણ ઉચ્ચતમ સ્તરે


- વેક્સિનેશન અભિયાનના કારણે રોકાણકારોમાં કોરોનાનો ડર ખતમ થતો જણાઈ રહ્યો છે અને આ તમામ પરિબળોએ બજારને પ્રભાવિત કર્યું

નવી દિલ્હી, તા. 03 સપ્ટેમ્બર, 2021, શુક્રવાર

આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે એટલે કે શુક્રવારે શેર બજાર રેકોર્ડ સ્તરે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 217.58 પોઈન્ટ (0.38 ટકા)ની તેજી સાથે 58070.12ના સ્તરે ખુલ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટી 61.80 પોઈન્ટ (0.36 ટકા)ના વધારા સાથે 17,296ના સ્તરે ખુલી હતી. શરૂઆતી વેપારમાં 1315 શેરોમાં તેજી નોંધાઈ હતી, 348 શેરમાં ઘટાડો થયો હતો અને 98 શેરમાં કોઈ ફેરફાર નહોતો થયો. ગત સપ્તાહે બીએસઈનો 30 શેરવાળો સેન્સેક્સ 795.40 પોઈન્ટ એટલે કે 1.43 ટકા વધ્યો હતો. 

હકીકતે કોરોના વાયરસ મહામારીનો સામનો કરી ચુકેલા દેશનું અર્થતંત્ર મજબૂતી સાથે પાટા પર આવી રહ્યું છે. નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ 3 મહિનામાં જીડીપી વિકાસ દર 20.1 ટકા રહ્યો. આ આંકડા ચીન કરતા પણ સારા છે કારણ કે, પાછલા 3 મહિનામાં ચીનનો વિકાસ દર 7.9 ટકા નોંધાયો. મતલબ એવું માની શકાય કે, ચીનની સરખામણીએ ભારતીય અર્થતંત્ર સુધરી રહ્યું છે. આ કારણે રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે અને દેશી એફડીઆઈ (વિદેશી રોકાણ) પણ સતત વધી રહી છે જેથી ઘરેલુ માર્કેટમાં તેજી આવી. સાથે જ વેક્સિનેશન અભિયાનના કારણે રોકાણકારોમાં કોરોનાનો ડર ખતમ થતો જણાઈ રહ્યો છે અને આ તમામ પરિબળોએ બજારને પ્રભાવિત કર્યું છે. 

દેશમાં 7 કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન 5 લાખ કરોડ રૂપિયા કરતા પણ વધી ગયું છે. તેમનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન 61.28 લાખ કરોડ રૂપિયા છે. ગુરૂવારે 2 કંપનીઓ 5 લાખ કરોડ કરતા વધારે રૂપિયાની માર્કેટ કેપ હાંસલ કરવામાં સફળ રહી હતી. ગુરૂવારે બીએસઈનું માર્કેટ કેપ 252.68 લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું. સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ છે જેની માર્કેટ વેલ્યુ 14.54 લાખ કરોડ રૂપિયા છે. ટાટા કન્સલટેન્સી સર્વિસ બીજા નંબરે છે.