મોદી યોજનાઓનાં નામ બદલીને રિલોન્ચ કરવામાં કુશળ: જયરામ રમેશ

મોદી યોજનાઓનાં નામ બદલીને રિલોન્ચ કરવામાં કુશળ: જયરામ રમેશ

નવી દિલ્હી, 28 ઓગસ્ટ 2021 શનિવાર

કોંગ્રેસનાં નેતા જયરામ રમેશે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને તેમના પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા. તેમણે પીએમ મોદી પર યોજનાઓના નામ બદલવા અને ફરીથી લોન્ચ કરવામાં નિષ્ણાત હોવાનો આરોપ લગાવ્યો. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે.

જ્યારે સરકાર જન ધન યોજનાની 7 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. તેમણે દાવો કર્યો કે યુપીએની ‘સેવિંગ્સ બેંક ડિપોઝિટ’ યોજનાનું નામ બદલીને જન ધન યોજના રાખવામાં આવ્યું અને તેનો શ્રેય હડપ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

તેમણે ટ્વિટર પર લખ્યું, ‘પ્રધાનમંત્રી જન ધન યોજનાની 7 મી વર્ષગાંઠ પર પીએમ મોદીએ આ યોજનાની ખૂબ પ્રશંસા કરી છે. વાસ્તવમાં યુપીએએ સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટનું નામ બદલવાની 7મી વર્ષગાંઠ છે. તે નામ બદલવા, રિપેકેજિંગ અને ફરીથી લોંચ કરવામાં નિષ્ણાત છે.

Share: