રેપની ઘટનાઓ માટે મોબાઇલ ફોન જવાબદાર: ઇમરાન ખાન

રેપની ઘટનાઓ માટે મોબાઇલ ફોન જવાબદાર: ઇમરાન ખાન

ઇસ્લામાબાદ, 26 ઓગસ્ટ 2021 ગુરૂવાર

ઇમરાન ખાનની સરકારે ત્રણ વર્ષ પુરા કર્યા તે નિમિત્તે અભિનંદન મેળવવાનાં બદલે પાકિસ્તાનનાં વડાપ્રધાન આજકાલ એક મુદ્દે ટ્રોલ થઇ રહ્યા છે, તેમણે દેશમાં વધી રહેલી બળાત્કારની ઘટનાઓ માટે મોબાઇલને જવાબદાર ઠરાવતા યુઝર્સ તેમને જબરદસ્ત ટ્રોલ કરી રહ્યા છે, ઇમરાન ખાનની ટીકા કરતા લોકો કહીં રહ્યા છે કે ખરેખર ગુનેગારોને અને વહીંવટી તંત્રને છોડીને તમામ પર દોષનું ઠીકરૂં ફોડી શકે છે. 

મીનારે પાકિસ્તાન પર દેશની આઝાદીનાં દિવસે એક ટિકટોકર યુવતીને ટોળાએ પ્રતાડિત કરી હતી, અને તેનાં કપડા પણ ફાંડી નાંખ્યા હતાં, ગુરૂવારે આ ઘટના પર દુખ વ્યક્ત કરતા ઇમરાન ખાને એ જરૂર કહ્યું કે આ ઘટનાએ તમને શરમજનક સ્થિતીમાં મુકી દીધા છે, ઇમરાને કહ્યું કે આ પ્રકારની ઘટનાઓ પાકિસ્તાની સંસ્કૃતિ અને ધર્મમાં નથી, જો કે આ દરમિયાન તેમણે મહિલાઓ અને તેમના વિરૂધ્ધ થતા ગુનાઓ માટે મોબાઇલનાં દુરપયોગને જવાબદાર ઠરાવ્યો. 

તેમણે વધુમાં કહ્યું કે આપણા દેશમાં મહિલાઓ એટલું બધું સન્માન થતું હતું, જેટલું વિશ્વનાં અન્ય કોઇ દેશમાં થતું જોવા મળતું ન હતું, પશ્ચિમમાં મહિલાઓ તેટલું સન્માન મળતું ન હતું, આ પ્રકારની ઘટનાઓ તેટલા માટે થાય છે કેમ કે બાળકોને સારી રીતે ગાઇડ નથી કરાતા, મોબાઇલને દોષિત ઠરાવતા ઇમરાન ખાને કહ્યું મોબાઇલનાં દુરપયોગનાં કારણે જાતિય સતામણીનાં ગુનાઓ પણ વધી રહ્યા છે.

જો કે તેમના આ નિવેદન બાદ ટ્વિટર યુઝર્સે તેમની આકરી ટીકા કરતી ટ્વીટ કરી હતી, અને સોશિયલ મિડિયા પર ઇમરાન ખાન બરાબરનાં ટ્રોલ થઇ રહ્યા છે.

Share: