રસીકરણ થયું હોય છતાં પણ માસ્ક પહેરવું અનિવાર્ય: કેન્દ્ર સરકાર

રસીકરણ થયું હોય છતાં પણ માસ્ક પહેરવું અનિવાર્ય: કેન્દ્ર સરકાર

નવી દિલ્હી, 26 ઓગસ્ટ 2021 ગૂરૂવાર

કેન્દ્ર સરકારે કહ્યું છે કે રસીકરણ છતાં માસ્ક લગાવવું જરૂરી છે, કેમ કે વેક્સિન સામે લડવામાં મદદરૂપ થાય છે, પરંતું આ સંક્રમણથી સુરક્ષાની ગેરન્ટી નથી આપતું.

આરોગ્ય મંત્રાલયે તે પણ કહ્યું કે કોરોનાની બીજી લહેર હજું સમાપ્ત થઇ નથી અને આગામી તહેવારોનાં કારણે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાઓ કોરોના મેનેજમેન્ટ માટે ખુબ મહત્વપુર્ણ છે. 

ICMRનાં ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કહ્યું કે વેક્સિન બીમારીને ઓછી કરવા માટે છે, જો કે તેનાથી સંપુર્ણ સુરક્ષા મળતી નથી, એટલા માટે રસીકરણ બાદ પણ માસ્કનો ઉપયોગ કરતા રહેવું ખુબ મહત્વનું છે. 

આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે તહેવારોને કોરોનાનાં નિયમોનું પાલન કરતા મનાવવામાં આવે, તેમણે કહ્યું કે દેશમાં હજું પણ કોરોનાની બીજી લહેર સમાપ્ત થઇ નથી.

ભૂષણે કહ્યું કે આપણે હજું પણ દેશમાં કોવિડની બીજી લહેરમાં જ છિએ, ખાસ કરીને જુના અનુભવો દર્શાવે છે કે તહેવાર પછી જ સંક્રમણ ઝડપથી ફેલાય છે. 

Share: