CIA ડિરેક્ટરએ તાલિબાન નેતા મુલ્લા બરાદર સાથે મુલાકાત કરી

CIA ડિરેક્ટરએ તાલિબાન નેતા મુલ્લા બરાદર સાથે મુલાકાત કરી

કાબુલ, 24 ઓગસ્ટ 2021 મંગળવાર 

અમેરિકાની ગુપ્તચર એજન્સી CIA નાં ડિરેક્ટર વિલિયમ જે બર્ન્સએ 23 ઓગસ્ટનાં દિવસે તાલિબાનનાં ટોચનાં નેતા મુલ્લા ગની બરાદર સાથે કાબુલમાં મુલાકાત કરી છે, વોશિંગ્ટન પોસ્ટએ આ માહિતી આપી છે.

અમેરિકાએ 31 ઓગસ્ટ સુધીમાં અફઘાનિસ્તાનમાંથી સંપુર્ણપણે નિકળી જવાની વાત કહીં હતી, પરંતું હવે અમેરિકા તેની આ ડેડલાઇન મિસ કરતું જોવા મળી રહ્યું છે.

યુરોપનાં અન્ય ફ્રાન્સ અને બ્રિટને પણ કહ્યું છે કે તેમને પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે વધુ સમયની જરૂર છે, પરંતું તાલિબાન 31 ઓગસ્ટની તારીખ પર મક્કમ છે, અને તેણે અમેરિકાને પરિણાણ ભોગવવાની ધમકી પણ આપી છે.

આ સ્થિતીમાં ઘણા નિષ્ણાતોનું માનવું છે કે બર્ન્સ 31 ઓગસ્ટની ડેડલાઇન અને તાલિબાન સરકારની રચના અંગે ચર્ચા કરવા માટે બરાદર પાસે પહોંચ્યા છે.

Share: