×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉધ્ધવ ઠાકરેને થપ્પડ મારત એવુ કહેનાર કેન્દ્રીય મંત્રી રાણે પર ભડકયા શિવસૈનિકો, ઓફિસ પર પથ્થમારો

મુંબઈ,તા.24 ઓગસ્ટ 2021,મંગળવાર

મહારાષ્ટ્રના નાસિકમાં ભાજપના કાર્યાલય પર શિવ સૈનિકોએ પથ્થરમારો કર્યો છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા નારાયણ રાણેના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે પરના નિવેદન બાદ શિવ સૈનિકો હિંસક બન્યા હોવાનુ જાણવા મળ્યુ છે.

બીજી તરફ પોલીસે આ મામલામાં નારાયણ રાણે સામે ફરિયાદ નોંધી છે અને ગમે તે સમયે હવે રાણેની ધરપકડ થાય તેવી શક્યતા છે.

તાજેતરમાં રાણેએ ઠાકરેની ટીકા કરી હતી અને તેમને થપ્પડ મારવાની પણ વાત કહી હતી. આ નિવેદન બાદ રાણે સામે પોલીસે કાર્યવાહી કરી છે.નાસિક પોલીસે આજે રાણેની ધરપકડ કરે તેવી શક્યતા છે.

બીજી તરફ આ નિવેદન બાદ શિવસૈનિકો ભડકયા છે. રાણેની ઓફિસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપની જન આશીર્વાદ યાત્રા દરમિયાન રાણેએ નિવેદન આપ્યુ હતુ અને કહ્યુ હતુ કે, ઉધ્ધવ ઠાકરે એ પણ ભુલી ગયા છે કે દેશ ક્યારે આઝાદ થયો હતો. આ માટે તેમણે પોતાના સહયોગીને પૂછવુ પડ્યુ હતુ. આ શરમજનક છે કે, એક મુખ્યમંત્રીને નથી ખબર કે દેશ આઝાદ થયે કેટલા વર્ષ થયા. હું જો ત્યાં હોત તો તેમને જોરદાર થપ્પડ મારત.

આ નિવેદન બાદ રાણે સામે ચાર અલગ અલગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.