અમેરિકાનો એક પણ સૈનિક દેશમાં છે, ત્યાં સુધી અમે સરકાર બનાવીશું નહીં: તાલિબાન

અમેરિકાનો એક પણ સૈનિક દેશમાં છે, ત્યાં સુધી અમે સરકાર બનાવીશું નહીં: તાલિબાન

નવી દિલ્હી, 23 ઓગસ્ટ 2021 સોમવાર

તાલિબાને મહત્વની ઘોષણા કરતા કહ્યું છે કે જ્યાં સુધી અમેરિકાનો એક પણ સૈનિક અફઘાનિસ્તાનમાં હશે ત્યાં સુધી અમે સરકાર બનાવીશું નહીં, અને કેબિનેટની રચનાની પણ જાહેરાત કરાશે નહીં. 

આ પહેલા તાલિબાને અમેરિકાને ધમકી આપતા કહ્યું હતું કે જો 31 ઓગસ્ટ સુધી તમામ સૈનિકો પાછા ન ગયા તો, તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે, તાલિબાન પ્રવક્તા સુહૈલ શાહીને એક બ્રિટિશ વેબસાઇટને જણાવ્યું કે આ એક રેડલાઇન છે, 

પ્રમુખ બાઇડેનએ કહ્યું છે કે તમામ સૈનિકો 31 ઓગસ્ટ સુધી પાછા બોલાવી લેવામાં આવશે, અને જો તે આ સમય મર્યાદા વધારે છે તો તેનો મતલબ એ થશે કે તેઓ પોતાનું આધિપત્ય વધારી રહ્યા છે, અને હવે આવું કરવાની કોઇ જરૂર નથી. 

અમેરિકા અને બ્રિટન જો આવું કરશે તો તેના  કારણે અમારી વચ્ચે અવિશ્વાસ પેદા થશે, અને તે પ્રતિક્રિયાને વધુ ભડકાવશે. 

Share: