ગુજરાતમાં આજે કોરોનાનાં 15 કેસ, 17 દર્દી સાજા થયા, કુલ 182 એક્ટિવ કેસ

ગુજરાતમાં આજે કોરોનાનાં 15 કેસ, 17 દર્દી સાજા થયા, કુલ 182 એક્ટિવ કેસ

ગાંધીનગર, 22 ઓગસ્ટ 2021 રવિવાર

રાજ્યમાં કોરોના સંક્રમણ હવે ધીરે-ધીરે ઘટી રહ્યું છે, અને સરકારી આંકડાં તેનો બોલતો પુરાવો છે, આજે નવા માત્ર 15 કેસ નોંધાયા છે. જ્યારે 17 દર્દીઓ સાજા થયા છે. 

હાલ રાજ્યમાં કુલ 182 એક્ટિવ કેસ છે. અને 04 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 178 દર્દીઓની હાલત સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,15,041 લોકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. આજે રાજ્યમાં એક પણ મોત થયું નથી, તેથી કુલ મૃત્યુઆંક 10079 પર સ્થિર છે.રાજ્યમાં કોરોના રિકવરી રેટ 98.76 છે. 

રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે અમદાવાદ કોર્પોરેશનમાં 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, જામનગરમાં 1, નર્મદામાં 1, પોરબંદરમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશનમાં 1 કેસનો સમાવેશ થાય છે. 

અત્રે ઉલ્લેખનિય છે કે રક્ષાબંધનના તહેવારને કારણે સરકાર દ્વારા આજે રસીકરણ બંધ રાખવામાં આવ્યું હતું. 

Share: