અફઘાનિસ્તાનમાંથી વધુ 146 ભારતીયો આજે વતન પરત ફરશે

અફઘાનિસ્તાનમાંથી વધુ 146 ભારતીયો આજે વતન પરત ફરશે

દોહા, 22 ઓગસ્ટ 2021 રવિવાર

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવાનું અભિયાન ચાલી રહી છે. આ યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી બહાર કાઢ્યા બાદ કેટલાક ભારતીય નાગરિકોને કતારના દોહા મોકલવામાં આવ્યા હતા.

કતારમાં ભારતીય દૂતાવાસે રવિવારે માહિતી આપી કે આવા નાગરિકોની બીજા જથ્થાને ભારત મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ જથ્થામાં 146 લોકો છે. અત્રે ઉલ્લેખનિય છે કે પ્રથમ જથ્થામાં 135 ભારતીય નાગરિકોને વતન લાવવામાં આવ્યા હતા.

કાબુલમાંથી 329 ભારતીયોને પરત લાવવામાં આવ્યા

રવિવારે 392 લોકોને ત્રણ વિમાનો દ્વારા ભારત પરત ફર્યા, જેમાં 329 ભારતીયો અને બે અફઘાન ધારાસભ્યોનો સમાવેશ થાય છે. IAF નાં C-17 વિમાનથી 168 લોકોની ઘર વાપસી થઇ, જેમાં 107 ભારતીયો અને 23 અફઘાન શીખ અને હિન્દુઓ હતા.

વિમાન ગાઝિયાબાદના હિન્ડન એરબેઝ પહોંચ્યું. અગાઉ 87 ભારતીય અને 2 નેપાળી નાગરિકોને એર ઇન્ડિયાનાં વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક વિમાન દ્વારા 135 લોકો પાછા ફર્યા છે.

Share: