જાતિવાર વસ્તી ગણતરી કરવા મુદ્દે બિહારનાં આ નેતાઓ PM મોદીને મળશે

જાતિવાર વસ્તી ગણતરી કરવા મુદ્દે બિહારનાં આ નેતાઓ PM મોદીને મળશે

પટણા, 21 ઓગસ્ટ 2021 શનિવાર

જાતિવાર વસ્તી ગણતરી કરવા અંગે મોદી સરકાર પર દબાણ વધી રહ્યું છે, બિહારનાં મુખ્ય પ્રધાન નીતીશ કુમારે શનિવારે કહ્યું છે કે દેશભરમાં જાતિ આધારીત વસ્તી ગણતરી અંગે 10 પાર્ટીઓનાં નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ PM મોદી સાથે મુલાકાત કરશે.

આ પ્રતિનિધિ મંડળમાં બિજેપીનાં નેતા અને નિતીશ સરકારમાં પ્રધાન જનકરામનો સમાવેશ થાય છે, જ્યારે જનતા દળ યુનાઇટેડ (જદયૂ)થી શિક્ષણ પ્રધાન વિજય ચૌધરી પણ સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળમાં જોડાશે. 

બિહારના વિપક્ષના નેતા તેજસ્વી યાદવ, કોંગ્રેસના ધારાસભ્ય પક્ષના નેતા અજીત શર્મા, CPIMLના મહેબૂબ આલમ, AIMIMના અખ્તરુલ ઈમાન, પૂર્વ મુખ્યમંત્રી અને હમ પાર્ટીના પ્રમુખ જીતન રામ માંઝી, VIPનાં ચીફ અને મંત્રી મુકેશ સાહની પણ હાજરી આપશે. આ સિવાય CPIમાંથી સૂર્યકાંત પાસવાન અને CPM ના અજય કુમાર સહિતનાં નેતાઓનો  સમાવેશ થાય છે. સોમવારે દિલ્હીમાં બિહારનું આ પ્રતિનિધિમંડળ વડાપ્રધાનને મળશે.

Share: