×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓબામાને મારી નાંખો પણ બાઈડનને છોડી દો, ઓસામા બિન લાદેનનો લેટર વાયરલ


નવી દિલ્હી,તા.21.ઓગસ્ટ,2021

અલ કાયદા ચીફ ઓસામા બીન લાદેનને અમેરિકન કમાન્ડોએ પાકિસ્તાનમાં ઘૂસીને ખતમ કરી નાંખ્યો હતો.

જોકે તેણે પોતાના મોત પહેલા લખેલો એક પત્ર હવે વાયરલ થઈ રહ્ય છે.જેમાં તેણે પોતાના સંગઠનના હુમલાખોરોને આદેશ આપ્યો હતો કે, તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને પૂર્વ સીઆઈએ ડાયરેક્ટર જનરલ ડેવિડ પેટ્રોલને ખતમ કરી દેવામાં આવે.જોકે તેણે જો બાઈડનને છોડી દેવા માટે કહ્યુ હતુ.તે વખતે બાઈડેન ઉપરાષ્ટ્રપતિ હતા.

ઓસામાએ પત્રમાં કહ્યુ હતુ કે, બાઈડેન હજી રાષ્ટ્રપતિ બનવ માટે તૈયાર નથી અને જો ઓબામાનુ મોત થયુ તો તે રાષ્ટ્રપતિ બનશે અને અમેરિકા સંગટમાં પડી જશે.

2010માં લાદેને લખેલો આ પત્ર લાદેનના પાકિસ્તાન ખાતેના ઘરના કમ્પાઉન્ડમાંથી મળ્યો હતો.જ્યાં તેને અમેરિકન કમાન્ડોએ મોતને ઘાટ ઉતાર્યો હતો.લાદેને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં બે ટીમો રાખવા માટે કહ્યુ હતુ.જેથી પાકિસ્તાન કે અફઘાનિસ્તાનની ઓબામા યાત્રા કરે તો તે દરમિયાન તેમના પર હુમલો કરી શકાય.

આ લેટર 2012માં પ્રકાશિત થયો હતો પણ હવે તે ફરી એટલા માટે ચર્ચામાં છે કે, અફઘાનિસ્તાનથી અમેરિકન સૈનિકોની વાપસી થઈ ગઈ છે અને તાલિબાન ફરી સત્તામાં આવી ગયુ છે.જેના પગલે બાઈડેનની  ભારે ટીકાઓ થઈ રહી છે.

તાલિબાન અને અલ કાયદાને એક બીજાની  નિકટ માનવામાં આવે છે.અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો થયો ત્યારે તેનો આરોપ બિન લાદેન પર લાગ્યો હતો અ્ને બિન લાદેનને તાલિબાને જ અફઘાનિસ્તાનમાં સંતાવા માટે વ્યવસ્થા કરી આપી હતી.