ઝાયડસ કેડિલાની રસી ZyCoV-D ને મળી મંજુરી, 12+ને પણ આપી શકાય

ઝાયડસ કેડિલાની રસી ZyCoV-D ને મળી મંજુરી, 12+ને પણ આપી શકાય

નવી દિલ્હી, 20 ઓગસ્ટ 2021 શુક્રવાર

દેશને વધુ એક સ્વદેશી કોરોના રસી મળી શકે છે, સરકાર દ્વારા બનાવવામાં આવેલી નિષ્ણાતોની સમિતિએ ઝાયડસ કેડિલા દ્વારા તૈયાર કરવામાં આવેલી ત્રણ ડોઝની ZyCoV-D વેક્સિનને મંજુરી આપી દીધી છે, અને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા(DCGI)એ પણ ઇમર્જન્સી ઉપયોગ માટે તેની મંજુરીની ભલામણ કરી છે.  

ઝાયડસની રસી ZyCoV-Dની સૌથી મોટી વિશેષતા એ છે કે તે 12 વર્ષથી ઉપરનાં ને પણ તેનો ડોઝ આપી શકાશે. 

આ રસી તેયાર કરનારી કંપની ઝાયડસે દાવો કર્યો છે કે તેણે 50થી વધુ કેન્દ્રો પર વેક્સિનનું ટ્રાયલ કર્યું છે, અને તે ભારતીય કંપની દ્વારા તૈયાર દુનિયાની પહેલી પ્લાઝમિડ ડીએનએ રસી છે, તેટલું જ નહીં અન્ય વેક્સિનોની તુલનામાં ZyCoV-Dનાં ત્રણ ડોઝ લેવાની જરૂર પડશે.

ટ્રાયલ રિપોર્ટમાં ZyCoV-Dને 12 વર્ષથી 18 વર્ષનાં બાળકો માટે પણ સુરક્ષિત જણાવાઇ છે, અને તે લગભગ 66 ટકા અસરકારક છે, અને વળી આ રસીને સોય વિનાનાં ઇંન્જેક્ટરથી પણ આપી શકાય છે. 

Share: