મહિલાઓ પર અત્યાચાર કરનારા તાલિબાનનો ભારતમાં કેટલાક બેશરમ લોકો બચાવ કરે છેઃ યોગી

મહિલાઓ પર અત્યાચાર કરનારા તાલિબાનનો ભારતમાં કેટલાક બેશરમ લોકો બચાવ કરે છેઃ યોગી

નવી દિલ્હી,તા.19.ઓગસ્ટ,2021

અફઘાનિસ્તાનમાં તાલિબાનના હાથમાં સત્તા ગયા બાદ તાલિબાનની તરફેણ કરી રહેલા ભારતીય લોકો પર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નિશાન સાધ્યુ છે.

વિધાનસભાના હાલમાં ચાલી રહેલા સત્રમાં યોગી આદિત્યનાથે કહ્યુ હતુ કે, અફઘાનિસ્તાનમાં મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે પણ કેટલાક લોકો શરમ નેવે મુકીને તાલિબાનનુ સમર્થન કરી રહ્યા છે અને બીજી તરફ મહિલાઓને ઉત્થાનની વાતો કરી રહ્યા છે.આવા લોકોને ઉઘાડા પાડવાની જરુર છે.

તેમણે પોતાની સરકારની યોજનાઓ અંગે જાણકારી આપવાની સાથે સાથે વિરોધીઓ પર તાલિબાન મુદ્દે નિશાન સાધ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, યુપીમાં સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુર્રહમાન બર્કે બે દિવસ પહેલા જ તાલિબાનની તરફેણ કરીને  તેમની તુલના ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે કરી હતી.જેને લઈને  યોગી સરકારે આજે સમાજવાદી પાર્ટીને આડકતરી રીતે ટોણો માર્યો હતો.

Share: