અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવતા ઇમરાન ખાને આપ્યું આવું નિવેદન

અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવતા ઇમરાન ખાને આપ્યું આવું નિવેદન

ઇસ્લામાબાદ, 16 ઓગસ્ટ 2021 સોમવાર

પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને ફરી એક વખત તેમનો ઇરાદો વ્યક્ત કર્યો છે કે તે તાલિબાનની સાથે છે, તેમણે તાલિબાન સરકારનું સમર્થન કર્યું છે, ઇમરાન ખાને ત્યાં સુધી કહ્યું છે કે અફઘાનોએ ગુલામીની બેડીઓ તોડી દીધી છે. 

ઇમરાન ખાન ખરેખર તો સોમવારે સિંગલ નેશનલ કરિકુલમ (એસએનસી)નાં પહેલા તબક્કાનાં પાઠ્યપુસ્તકનાં લોન્ચિંગમાં પહોંચ્યા હતાં, આ સત્તારૂઢ પાકિસ્તાન તહરીકે ઇન્સાફનાં મેનિફેસ્ટો એક ભાગ હતો, ઇમરાન ખાને તે પણ કહ્યું કે સમાન્તર શિક્ષણ પ્રણાલીનાં કારણે અંગ્રેજી સ્કુલોમાં આવી જેનાં કારણે પાકિસ્તાનમાં બીજાની સંસ્કૃતિ વિકસી.

અત્રે ઉલ્લેખનિય છે કે પાકિસ્તાન પર પહેલા પણ તાલિબાનનું સમર્થન કરવાનો આરોપ લાગતો રહ્યો છે, આ જ કારણ છે કે અફઘાનિસ્તાનમાં 20 વર્ષની શાંતિ બાદ જ્યારે અમેરિકાની સેનાએ વિદાય લીધી ત્યારે તાલિબાન ફરીથી એક્ટિવ થઇ ગયું, અફઘાનિસ્તાનની અસરફ ગનીની સરકારે પણ પાકિસ્તાન પર તાલિબાનને મદદ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.

Share: