દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની બહાર મહિલા અને પુરૂષે કર્યો આત્મવિલોપનનો પ્રયત્ન, સ્થિતિ ગંભીર

દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની બહાર મહિલા અને પુરૂષે કર્યો આત્મવિલોપનનો પ્રયત્ન, સ્થિતિ ગંભીર


– એક અહેવાલ પ્રમાણે બંનેએ ગેટ નંબર-ડીથી અંદર ઘૂસવા પ્રયત્ન કર્યો હતો પરંતુ પૂરતા આઈડી ન હોવાના કારણે સુરક્ષા કર્મચારીઓએ તેમને રોકી લીધા હતા

નવી દિલ્હી, તા. 16 ઓગષ્ટ, 2021, સોમવાર

દેશની રાજધાની દિલ્હીમાં સુપ્રીમ કોર્ટ બહાર એક મહિલા અને પુરૂષે પોતાને આગને હવાલે કરી દીધા હતા. બંનેને ગંભીર સ્થિતિમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને પોલીસે આ કેસ અંગેની તપાસ હાથ ધરી છે. 

સોમવારે સુપ્રીમ કોર્ટના ગેટ નંબર-ડી સામે એક મહિલા અને પુરૂષે કથિત રીતે પોતાને આગ ચાંપી દીધી હતી. ત્યાર બાદ તે વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. 

એક અહેવાલ પ્રમાણે બંનેએ ગેટ નંબર-ડીથી અંદર ઘૂસવા પ્રયત્ન કર્યો હતો પરંતુ પૂરતા આઈડી ન હોવાના કારણે સુરક્ષા કર્મચારીઓએ તેમને રોકી લીધા હતા. ત્યાર બાદ બંનેએ પોતાની જાતને આગ ચાંપી હતી અને જીવ આપી દેવાનો પ્રયત્ન કર્યો હતો. 

Share: