મનીષ મહેશ્વરીની ટ્વિટર ઇન્ડિયાથી ટ્રાન્સફર, હવે તેઓ અમેરિકામાં કંપનીનું કામકાજ સંભાળશે

મનીષ મહેશ્વરીની ટ્વિટર ઇન્ડિયાથી ટ્રાન્સફર, હવે તેઓ અમેરિકામાં કંપનીનું કામકાજ સંભાળશે

નવી દિલ્હી, 13 ઓગસ્ટ 2021 શુક્રવાર

દેશમાં સોશિયલ મિડિયા અંગે ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે ટ્વિટરે મોટો નિર્ણય લીધો છે, કંપનીએ મનીષ મહેશ્વરીની ટ્વિટર ઇન્ડિયાથી બદલી કરી દીધી છે, અને  હવે તે તેમની અમેરીકાના સાનફ્રાન્સિસ્કોમાં નવી નિમણૂંક કરી છે. ત્યાં તેમને કંપનીના રેવન્યુ સ્ટ્રેટજી અને ઓપરેશન વિભાગમાં સીનિયર ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે મનીષ મહેશ્વરીએ મેનેજિંગ ડાયરેક્ટર તરીકે વર્ષ 2019માં ટ્વિટર ઇન્ડિયાનું કામકાજ સંભાળ્યું હતું, તેમણે લગભગ બે લર્ષ સુધી આ હોદ્દો સંભાળ્યો છે, તેઓ પહેલા નેટવર્ક 18 સાથે જોડાયેલા હતાં.

નોંધનિય છે કે મનિષ મહેશ્વરીનો વિવાદો સાથે સંબંધ રહ્યો છે, જો કે તેઓ કહેતા હતાં તેઓ અમેરિકા રિપોર્ટ કરે છે, ટ્રાન્સફરનું ઘોષણા થયા બાદ તેમણે ટ્વિટર હેન્ડલ પર પોતાનો  બાયોડેટા બદવી નાખ્યો છે, પહેલા તેઓ મેનેજિંગ ડાયરેક્ટર લખ્યું હતું, જેને હવે બિઝનેશ એટ ટ્વિટર ઇન્ડિયા કરી દીધું છે. જો કે તેમણે તે  પણ લખ્યું છે કે તેઓ હવે કન્ટેન્ટનાં ઇન્ચાર્જ નથી, કેમ કે કન્ટેન્ટ ટ્વિટર ઇન્ક મેનેજ કરે છે, ટ્વિટર ઇંકનો મતલબ ટ્વિટર અમેરિકા છે, વળી તેમણે પોતાના બાયોમાં ગ્રીવાન્સ અધિકારી વિનય પ્રકાશનું ઇમેલ આઇ ડી પણ આપ્યું છે. 

Share: