સોનિયા ગાંધીએ 20 ઓગસ્ટે વિપક્ષનાં નેતાઓની બેઠક બોલાવી, મમતા, ઉદ્ધવ, સ્ટાલિન, સોરેન હાજર રહી શકે

સોનિયા ગાંધીએ 20 ઓગસ્ટે વિપક્ષનાં નેતાઓની બેઠક બોલાવી, મમતા, ઉદ્ધવ, સ્ટાલિન, સોરેન હાજર રહી શકે

નવી દિલ્હી, 13 ઓગસ્ટ 2021 શુક્રવાર

કેન્દ્રની મોદી સરકાર પર દબાણ વધારવાની રણનીતિના ભાગરૂપે કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ 20 ઓગસ્ટના રોજ સમાન વિચારધારા ધરાવતા પક્ષોની બેઠક બોલાવી છે.

કેન્દ્રમાં મોદી સરકાર સામે વિપક્ષની એકતા પ્રદર્શિત કરવાનાં ઈરાદા સાથે, કોંગ્રેસના વચગાળાનાં અધ્યક્ષ સોનિયાએ વિપક્ષી પાર્ટીની આ બેઠક આયોજીત કરી છે.

સૂત્રોએ જણાવ્યું કે ટીએમસીના પ્રમુખ અને બંગાળના સીએમ મમતા બેનર્જી, શિવસેનાનાં વડા અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે, ડીએમકેના વડા અને તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિન, ઝારખંડ મુક્તિ મોરચાના વડા અને ઝારખંડના સીએમ હેમંત સોરેન આ બેઠકમાં ભાગ લઈ શકે છે.

Share: