×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તંત્રીલેખ – ઓગસ્ટ 2021 Editor’s Desk – August 2021

દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ જીભાને જેલ મોકલવા વિરુલ્ધ ભારે હિંસા ભડકી હોવાના હેવાલો દેશ-વિદેશમાં પ્રસરતા વિદેશોમાં વસતા ભારતીય મૂળના લોકોની સુરક્ષા અંગેનો મુદ્દો ઉઠયો છે. દ.આફિકામાં વસતા ભારતીયોને નિશાને લેવાતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ઉપદ્રવીઓએ ભારતીયોની દુકાનો અને અન્ય વ્યાવસાયિક એકમોમાં લૂંટ, આગચંપી ને તોડફોડ કરતાં આશરે ૧૦,૪૦૦ કરોડનું નુકસાન પહોંચાડયું હોવાનું હેવાલો પ્રસિદ્ધ થઇરહ્યાં છે. અત્યાર સુધીમાં ૭૨ લોકોએ જીવ ગુમાવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૯૪માં રંગભેદ ખતમ થયા બાદ નેલ્સન મંડેલા સરકારે વિદેશી રોકાણકારો માટે દરવાજા ખોલ્યા. જમાં યુ.પી.ના સહારનપુરના વતની એવા ગુપ્તા બ્રધર્સે સહાર કમ્પ્યુટર્સ નામે બિઝનેસ શરૂ કર્યો. રાજકારાણમાં સારો વગ ધરાવતા હોઇ ૨૦૧૬માં જેકબ પર આરોપ લાગ્યો કે ગુપ્તા પરિવારે તેમને સરકારમાં નાણામંત્રીની નિમણૂંક માટે સલાહ આપી હતી. જુભાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ગુપ્તા પરિવારે પ્રગતિ કરી, સાથે જુમા પણ ધનિક થતા ગયા. ગુપ્તા બંધુઓ વિરુદ્ધ ૨૦૧૬માં પહેલીવાર ભ્રષ્ટાચારની ફરિયાદ આવી જેને કારણે ઈન્ટરપોલે ગુપ્તા બંધુઓ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી છે.

હવે કોર્ટે જુમાને ગત મહિને કોર્ટની અવમાનના દોષિત ઠેરવ્યા હતા. જેને કારાણે ૧૫ મહિનાની કેદની સજા ફટકારી હતી. તેમના પર રાષ્ટ્રપતિ પદનો દુરુપયોગ કરી ૨,૬૦,૦૦૦ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવાનો આરોપ છે. જેમાં ગુપ્તા બ્રધર્સ પાણ સામેલ હોઈ કાર્યવાહી શરુ કરાઇ છે. વધુમાં દ.આફ્રિકામાં ૧૪ લાખ ભારતીયો રહે છે. તેમાંથી એકતૃતિયાંશ તો જુમા પ્રાંત કવાજુલુ-નટાલમાં કામ કરે છે. અને આ હિંસા પણ જીમાના આ ગઢ સમાન કવાજીલુ-નટાલમાં ફેલાઇ છે. જેને લઇ ભારતના વિદેશમંત્રી જયશંકરે દ.આફ્રિકામાં તેમના સમકકા નલેદી પંડોર સાથે વાત કરી ભારતીયોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવતા તેના પર પંડોરે આશ્વાસન આપ્યું કે અહીંની સરકાર કાયદો-વ્યવસ્થા લાગુ કરવા દરેક સંભવ પ્રયાસ કરી રહી છે. સરકારની પ્રાથમિકતા શાંતિ સ્થાપિત કરવાની છે. જોવાનું એ છે કે હવે ત્યાંની સરકાર ભારતીયોની તરફેણ કરેછે કે પછી ગુપ્તા બ્રધર્સને કારણે મુશ્કેલીમાં મુકાયેલા જુમા તરફ કુણું વલાગ અપનાવી પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કરે છે તે તો સમય જ કહેશે. પરંતુ આફ્રિકામાં જે બન્યું તે આપણા સૌ માટે આંખ ઉઘાડનારી ઘટના કહેવાય. અહીં અમેરિકામાં પણ મોટાભાગના ભારતિયો મૂડીવાદી બન્યા હોઇ એવી માન્યતા જૂના અમેરિકનોમાં વધેલી છે. અને જેને લીધે તેઓ આપણા સૌ માટે હંમેશા દેષથી જીએ છે. હજી આપણે પોલિટિકસમાં અને રક્ષણાત્મક જેવા હોદ્દાઓ ઉપર બહુ જ જૂજ છીએ એટલે આપણી ફરિયાદોની કોઇ અસર થતી નથી જેનું એક ઉત્તમ ઉદાહરણ, ટ્રમ્પની હાર અને જો બાયડનની ચૂંટણી પહેલા અને પછીનો માહોલ. ઘણું વેઠવું પડયું હતું ભારતીયોને જને લીધે છીજાદેશોમાં પણ ભારતીયોની તુલના એ રીતે કરી તેમને ટારગેટ કરવામાં આવી રહ્યા છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ૧૧૧ દેશોમાં ડેલ્ટા વેરિયન્ટના કેસો વધવાની સાથે ત્રીજા લહેરની ચેતવણી આપતાં જણાવ્યું છે કે હજુ માંડ માંડ કોરોનાની બીજી લહેરમાં ઉગરી પણ શકયા નથી ત્યારે આ ત્રીજી લહેરને કારાણે કેસોમાં વધારો થતાં સાવચેતીના પગલાં ભરવા અને તેનો સામનો કરવા વિશ્વના લોકોને પહેલ કરી છે. લોકડાઉન ખુલતા અને વેપાર ઉદ્યોગ-ધંધા ફરી ધમધમતા થયાં હોઇ આ ડેલ્ટા વેરિયન્ટના કેસોમાં પાણ વધારો નોંધાયો હોવાનું જણાવ્યું છે. હજુપણ લોકોએ તકેદારી રૂપે સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ વધુમાં વધુ કરવો જોઇએ જેથી સંક્રમણને રોકી શકવામાં સફળતા મળશે. પ્રથમ લહેર કરતાં બીજી લહેરમાં મૃતકોની સંખ્યામાં ખુબજ મોટો આંકડો પ્રાપ્ત થયો છે જો હજીપણ તકેદારી નહીં રાખીએ તો ત્રીજી લહેરમાં ગંભીર સમસ્યાઓ સર્જાશે જમાં કોઈ બેમત નથી.

કેનદ્ર સરકારની છબી બદલવા મંત્રીમંડળના વિસ્તરણ બાદ વડાપ્રધાનશ્રી મોદીએ નવા બનાવેલા સહકાર મંત્રાલયનો હવાલો ગુહમંત્રીશ્રી અમિત શાહને સોંપ્યો છે. આ ઉપરાંત કેબિનેટમાં ૩૬ નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૨૦ વર્ષમાં પહેલીવાર “વડાપ્રધાનશ્રી મોદીએ સરકારમાં સાથી પક્નોને પાણ સરકારમાં સમાવી ૭૭ જેટલા મંત્રીઓનું સૌથી મોટું મંત્રીમંડળ બનાવ્યું છે. ૬૦૧ર્ષમાં પહેલીવાર કેન્‍દ્રમાં ૯ ટકા મંત્રીઓ ગુજરાતી છે. વડાપ્રધાન, ગૃહમંત્રી સહિત ૪ કેબિનેટ મંત્રી અને ૩ રાજ્યકક્ષાના મંત્રીઓ ગુજરાતી છે.              અસ્તુ