પેગાસસ વિવાદ વધતા મોદી સરકારે રાજ્ય સભામાં આપ્યો આ લેખિત જવાબ

પેગાસસ વિવાદ વધતા મોદી સરકારે રાજ્ય સભામાં આપ્યો આ લેખિત જવાબ

નવી દિલ્હી, 9 ઓગસ્ટ 2021 સોમવાર

પેગાસસ વિવાદનાં કારણે સંસદમાં હંગામો મચ્યો છે, આ વિવાદ અંગે સંરક્ષણ મંત્રાલયે સોમવારે કહ્યું કે તેણે એનએસઓ ગ્રૃપ (NSO group) સાથે કોઇ લેવડ-દેવડ કરી નથી, મંત્રાલયે રાજ્ય સભામાં એક લેખિત જવાબમાં આ વાત કહીં છે.

ઇઝરાયેલી ફર્મ પેગાસસ સ્પાયવેયર (Pegasus spyware) દ્વારા જાસુસી થતી હોવાનાં કારણે હાલ દેશમાં સંસદ અને અન્યત્ર ખાસ્સો વિવાદ સર્જાયો છે, અને વિપક્ષો મોદી સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે.

સરકારે પહેલી વખત સંસદમાં પેગાસસ જાસુસી વિવાદ અંગેનાં તીખા સવાલોનાં જવાબો આપ્યા છે, સંસદનાં ચાલું ચોમાસુ સત્ર દરમિયાન કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓનાં નેતાઓને સરકાર પર શાબ્દિક હુમલો ચાલું રાખતા સંસદના આ ચોમાસું સત્રમાં કોઇ નોંધપાત્ર કામ થઇ શક્યું નથી.  

વિપક્ષોની માંગ છે કે પેગાસસ જાસુસી મુદ્દે ચર્ચા કરાવવામાં આવે તો જ સંસદમાં ચાલી રહેલી તંગલીદી સમાપ્ત થશે, જો કે કેન્દ્રીય સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીએ વિપક્ષની આ માંગ ફગાવી દીધી છે, અને કહ્યું કે આ  કોઇ મુદ્દો નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે આ પેગાસસ સ્પાયવેયર દ્વારા ભારતમાં 300થી વધું મોબાઇલ નંબરો તે સંભવિત યાદીમાં હતા, જેની જાસુસી કરાઇ હોય તેવી આશંકા છે, આ યાદીમાં કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી, કેન્દ્રિય પ્રધાન પ્રહલાદ સિંહ પટેલ, અને અશ્વિની વૈષ્ણવ, ઉપરાંત ઉદ્યોગપતિ અનિલ અંબાણી સહિત ઓછામાં ઓછા 40 પત્રકારોનો પણ સમાવેશ થાય છે. 

Share: