અમદાવાદ: કાગડાપીઠ વિસ્તારમાં વાણિજ્ય ભવન પાસે રૂપિયા 16.30 લાખની લૂંટ

અમદાવાદ: કાગડાપીઠ વિસ્તારમાં વાણિજ્ય ભવન પાસે રૂપિયા 16.30 લાખની લૂંટ


– અસામાજિક તત્વોનો પૂર્વ વિસ્તારની પોલીસને પડકાર

– બેદિવસ પહેલા જાહેરમાં યુવકની હત્યા કરનાર આરોપીએ જ લૂંટ કરી

અમદાવાદ,તા. 9 ઓગસ્ટ 2021,સોમવાર

અમદાવાદમાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે લૂંટારો બેફામ બની રહ્યા છે, બાપુનગરમાં આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી 12 લાખ લૂંટવાના 24 કલાકમાં જ કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂપિયા 16.29 લાખની લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે.

ચોંકાવનારી બાબત એ છે કે બે દિવસ પહેલા અમરાઇવાડી વિસ્તારમાં એક યુવકને છરીના 20ઘા મારીને હત્યા કરનાર કુખ્યાત રાજા નામના આરોપીએ આ લુંટ કરી હોવાની શંકા સેવાઇ રહી છે.

પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ સોનાના બિસ્કિટ વેચવાનો વ્યવસાય કરતા વેપારી આજે સવારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં વાણિજ્ય ભવન પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે રૂપિયા 16.29 લાખની લૂંટ કરીને આરોપીઓ ભાગી ગયા હતા.

આ બનાવની જાણ થતા કાગડાપીઠ, અમરાઈવાડી પોલીસ કાફલો તેમજ ક્રાઈમ સહિતની એજન્સીઓએ નાકાબંધી કરીને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Share: