PM મોદી ઉજ્જવલા 2.0 લોન્ચ કરશે, આ વખતે સિલિન્ડર અને ગેસ સ્ટોવ પણ મફત

PM મોદી ઉજ્જવલા 2.0 લોન્ચ કરશે, આ વખતે સિલિન્ડર અને ગેસ સ્ટોવ પણ મફત

નવી દિલ્હી, 8 ઓગસ્ટ 2021 રવિવાર

કેન્દ્ર સરકાર ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા ઉજ્જવલાને નવા પેકેજિંગ સાથે ફરીથી લોન્ચ કરવા જઈ રહી છે, ગરીબી રેખા હેઠળ જીવતા ગરીબ પરિવારોને મફત LPG કનેક્શન આપવાની યોજના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાંથી ઉજ્જવલા યોજના 2.0 લોન્ચ કરશે. ઉજ્જવલા 2.0 હેઠળ, લાભાર્થીને મફત ગેસ કનેક્શન તેમજ સ્ટોવ અને પ્રથમ વખત ભરેલું સિલિન્ડર પણ મળશે.

ઉત્તરપ્રદેશમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કેન્દ્રની ઉજ્જવલા યોજનાની ખૂબ ચર્ચા થઈ હતી અને ભાજપની મોટી જીતનો શ્રેય પણ તેને જ આપવામાં આવ્યો હતો. જો કે, ઉજ્જવલાનાં પ્રથમ સંસ્કરણમાં, સરકાર માત્ર એલપીજી કનેક્સન  માટે 1600 રૂપિયા (જમા નાણાં) ની આર્થિક સહાય પૂરી પાડતી હતી. આ યોજના હેઠળ, ગેસ કનેક્શન મેળવનારા પરિવારો કોઈ પણ વ્યાજ વગર સ્ટોવ અને સિલિન્ડર માટે લોન લઈ શક્તા હતાં.

ઉજ્જવલા 2.0 હેઠળ, કેન્દ્ર સરકાર આ નાણાકીય વર્ષમાં ગરીબોને લગભગ એક કરોડ ગેસ કનેક્સન મફતમાં વિતરણ કરશે. આજથી લગભગ પાંચ વર્ષ પહેલા, ઉત્તરપ્રદેશની ચૂંટણીઓ પહેલા, પીએમ મોદીએ 1 મે, 2016 ના રોજ રાજ્યના બલિયા જિલ્લામાં યોજનાનું પ્રથમ સંસ્કરણ (ઉજ્જવલા 1.0) લોન્ચ કર્યું હતું. એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, ઉજ્જવલા 2.0 અંતર્ગત 800 રૂપિયાથી વધુ કિંમતનો સિલિન્ડર અને સ્ટોવ વિના મૂલ્યે આપવામાં આવે તેવી આશા છે.

Share: