હવે પંજાબનાં CM અમરિંદર સિંહ અને રાજ્યપાલ બદનૌરને ધ્વજારોહણ કરવા અંગે મળી ધમકી

હવે પંજાબનાં CM અમરિંદર સિંહ અને રાજ્યપાલ બદનૌરને ધ્વજારોહણ કરવા અંગે મળી ધમકી

નવી દિલ્હી, 7 ઓગસ્ટ 2021 શનિવાર

અમેરિકા અને કેનેડામાં છુપાયેલા અલગતાવાદી સિખ સંગઠનનાં પ્રમુખ ગુરપતવંત સિંહ પન્નૂએ પંજાબનાં મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ અને રાજ્યપાલ વીપી સિંહ બદનૌરને ધમકી આપી છે, કે જો તેમણે સ્વતંત્રતા દિવસ પર ધ્વજવંદન કર્યું અથવા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તો તેમની રાજકીય મોતનાં જવાબદાર તે પોતે  જ હશે, આ પહેલા સ્વતંત્રતા દિવસ પર ધ્વજારોહણ ન કરવા અંગે પન્નૂએ હિમાચલ પ્રદેશ અને હરિયાણાનાં મુખ્ય પ્રધાનોને પણ ધમકી આપી ચુક્યા છે.

પન્નૂએ એક ટેલિફોનિક મેસેજ આપીને કહ્યું કે અમારા ખેડુતો મરી રહ્યા છે, તેથી ધ્વજારોહણ સમારોહ સહન કરી શકાય નહીં, આવી જ ધમકી હિમાચલનાં સીએમ જયરામ ઠાકુર અને હરિયાણાનાં સીએમ મનોહર લાલને પણ વિદેશી નંબરોથી આપવામાં આવી હતી, અને કહ્યું હતું કે હિમાચલ અને હરિયાણા પંજાબનો જ એક ભાગ છે, તેથી ધ્વજારોહણ સમારોહની મંજુરી આપવામાં આવશે નહીં.

અત્રે ઉલ્લેખનિય છે કે એસએફજે અને ગુરપતવંત સિંહ પન્નૂ વિરૂધ્ધ દેશમાં વિવિધ કલમો હેઠળ એફઆઇઆર નોંધાઇ છે, અને તેમના સંગઠનને એસએફજેને ભારત સરકારે બે વર્ષ પહેલા જ આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે.

Share: