ટ્વિટરે રાહુલ ગાંધીનું એકાઉન્ટ કર્યું સસ્પેન્ડ, જાણો કારણ

ટ્વિટરે રાહુલ ગાંધીનું એકાઉન્ટ કર્યું સસ્પેન્ડ, જાણો કારણ

નવી દિલ્હી, 7 ઓગસ્ટ 2021 શનિવાર

ટ્વીટરે કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીનું એકાઉન્ટ આજે સાંજે હંગામી ધોરણે સસ્પેન્ડ કરી દીધું છે, અને તે અંગે માહિતી આપતા કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે તેને ફરીથી ચાલું કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જો કે એકાઉન્ડ સસ્પેન્ડ કરવાનું કારણ સ્પષ્ટ થયું નથી, 

સુત્રોનું કહેવું છે કે દિલ્હીમાં એક બળાત્કાર પિડીતાની ઓળખ છતી કરાયેલી તસવીરનાં કારણે એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું, આ તસવીરને ટ્વીટરે પહેલેથી જ હટાવી દીધી હતી.  

અત્રે ઉલ્લેખનિય છે કે દિલ્હીનાં નાંગલ ગામમાં રેપ અને હત્યાનો શિકાર બનેલી 9 વર્ષની એક બાળકીનાં પરિવારજનોની તસવીર રાહુલ ગાંધીએ ટ્વીટર પર શેઅર કરી, જેનાં કારણે રાષ્ટ્રિય બાળ અધિકાર સંરક્ષણ આયોગ આ મુદ્દે ટ્વિટરને નોટિસ જારી કરી આ તસવીર ડિલીટ કરવા કહ્યું હતું, જે રાહુલ ગાંધીએ શેઅર કરી છે. 

આયોગે ટ્વીટરને કહ્યું કે બાળકીનાં પરિવારજનોની ઓળખ છતી કરવી તે પોક્સો એક્ટનો ભંગ છે. ત્યાર બાદ ટ્વિટરે આ કાર્યવાહી કરી હોવાનું મનાય છે.  

Share: