નીરજ ચોપરાના 'ભાલે' ગોલ્ડ

નીરજ ચોપરાના 'ભાલે' ગોલ્ડ

અમદાવાદ, શનિવાર
બજરંગ પુનિયાએ રેસલિંગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો તેની થોડી મિનિટોમાં જ ભારતના નીરજ ચોપરાએ જેવલીન થ્રોમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
ભારતે ટ્રેક એન્ડ ફિલ્ડમાં છેલ્લે 1920માં બ્રિટિશ ઈન્ડિયા વખતે મેડલ મેળવ્યો હતો. એ પછી ક્યારેક ટ્રેક એન્ડ ફિલ્ડમાં મેડલ મળ્યો ન હતો.

નીરજે પહેલી વખતના પ્રયાસમાં 87.03 મીટરના અંતરે ભાલો ફેંકીને લીડ કરી હતી. એ પછી તેણે બીજી વખત નીરજે 87.58 મીટરના અંતરે ફેંકીને પોતાનો રેકોર્ડ જ સુધાર્યો હતો. એ પછી નીરજની લીડની નજીક કોઈ પહોંચી શક્યું ન હતું.
નીરજે ઐતિહાસ રચ્યો હતો. વ્યક્તિગત ગોલ્ડ મેળવનારો તે માત્ર દેશનો બીજો ખેલાડી છે. અગાઉ અભિનવ બ્રિન્દ્રાએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

Share: