મુંબઈની કસ્તૂરબા હોસ્પિટલ નજીક ગેસ લીક, 58 દર્દીઓને શિફ્ટ કરાયા

મુંબઈની કસ્તૂરબા હોસ્પિટલ નજીક ગેસ લીક, 58 દર્દીઓને શિફ્ટ કરાયા

નવી દિલ્હી,તા.7.ઓગસ્ટ,2021

મુંબઈની કસ્તૂરબા હોસ્પિટલ પાસે  ગેસ લિકેજના પગલે ભારે દોડધામ મચી ગઈ છે.અહીંયા દાખલ 58 દર્દીઓને બીજે ખસેડવા પડ્યા છે અને આ પૈકીના 20 કોરોનાના દર્દીઓ છે.જોકે હવે સ્થિતિ નિયંત્રણમાં હોવાના અહેવાલો મળી રહ્યા છે.

મળતી વિગતો પ્રમાણે આર્થર રોડ જેલ પાસે આવેલી આ હોસ્પિટલ નજીકની એલપીજી ગેસ પાઈલપાઈન લીક થતા દર્દીઓ પર જોખમ સર્જાયુ હતુ.એ પછી દર્દીઓને નજીકની ઈમારતમાં શિફ્ટ કરાયા હતા.હોસ્પિટલનો સ્ટાફ પણ તરત જ બહાર આવી ગયો હતો.જોકે  મોટી દુર્ઘટના ટળી હતી.

ગેસ લીકેજની જાણકારી મળ્યા બાદ ફાયર બ્રિગેડના વાહનો સ્થળ પર પહોંચ્યા હતા.મુંબઈના મેયર પણ સ્થળ પર દોડી ગયા હતા.તેમનુ કહેવુ હતુ કે, કર્મચારીઓની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી છે.

Share: