દેશમાં રસીકરણનો આંકડો 50 કરોડને વટાવી ગયો, એક જ દિવસમાં 43 લાખથી વધુએ રસી લગાવી

દેશમાં રસીકરણનો આંકડો 50 કરોડને વટાવી ગયો, એક જ દિવસમાં 43 લાખથી વધુએ રસી લગાવી

નવી દિલ્હી, 6 ઓગસ્ટ 2021 શુક્રવાર

ભારતમાં કોરોના વાયરસ મહામારી સામે યુદ્ધના ધોરણે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. દેશમાં રસીકરણનો આંકડો 50 કરોડને વટાવી ગયો છે. માત્ર શુક્રવારે જ 43.29 લાખથી વધુ રસીકરણ થયું.

જ્યારે 18-44 વય જૂથમાં, અત્યાર સુધીમાં 18.35 કરોડથી વધુ રસીનાં ડોઝ લગાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભારતમાં કોરોના સામે રસીકરણ અભિયાન આ વર્ષે 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું.

આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે ​​સંસદમાં આંકડા દ્વારા જણાવ્યું કે આપણે કેવી રીતે રસીકરણ તરફ આગળ વધી રહ્યા છીએ. તેમણે કહ્યું કે દેશમાં રસીનો આંકડો 0-10 કરોડ નો સ્પર્શ કરવામાં 85 દિવસ લાગ્યા, 10-20 કરોડમાં 45 દિવસ લાગ્યા, 20-30 કરોડમાં 29 દિવસ, 30-40 કરોડમાં 24 દિવસ અને 50 કરોડ રસીકરણમાં માત્ર 20 દિવસ લાગ્યા છે.

આ સાથે જ, તેમણે કહ્યું કે રસીકરણની ઝડપ વધુ વધશે. જ્યારે વડાપ્રધાને કહ્યું કે રસીકરણની ગતિ આ રીતે ચાલુ રાખવી પડશે.

Share: