15 વર્ષ કરતા વધારે ઉંમરની પત્ની સાથે સંબંધ બાંધવો દુષ્કર્મ નહીંઃ અલાહાબાદ HC

15 વર્ષ કરતા વધારે ઉંમરની પત્ની સાથે સંબંધ બાંધવો દુષ્કર્મ નહીંઃ અલાહાબાદ HC


– તાજેતરમાં જ અન્ય એક કેસમાં અલાહાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે લગ્નનું ખોટું વચન આપીને યૌન સંબંધ બાંધવા દુષ્કર્મના ગુનાની શ્રેણીમાં ગણાવવું જોઈએ

નવી દિલ્હી, તા. 06 ઓગષ્ટ, 2021, શુક્રવાર

ઉત્તર પ્રદેશની અલાહાબાદ હાઈકોર્ટે ગુરૂવારે એક ચુકાદો આપ્યો હતો. એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, 15 વર્ષ કરતા વધારે ઉંમરની પત્ની સાથે યૌન સંબંધો બાંધવા તેને દુષ્કર્મ નહીં માનવામાં આવે. 

સગીર પત્ની સાથે યૌન સંબંધ બંધાવવા મામલે હાઈકોર્ટે આરોપી પતિની જામીન અરજી મંજૂર કરી છે. આ કેસમાં પતિ પર દહેજ માટે પ્રતાડિત કરવાનો અને અપ્રાકૃતિક યૌન સંબંધ બાંધવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. 

કોર્ટે જણાવ્યું કે, આઈપીસીની કલમ 375માં 2013ના વર્ષમાં સંશોધન થયું હતું અને માટે તે દુષ્કર્મની શ્રેણીમાં નથી આવતું. 

આ કેસ મુરાદાબાદનો છે. ત્યાં પત્નીએ પોતાના પતિ વિરૂદ્ધ દહેજ, મારપીટ કરવા અને બળજબરીથી યૌન સંબંધ બાંધવાને લઈ કેસ કર્યો હતો. આ કેસમાં પતિ દ્વારા અલાહાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અન્ય એક કેસમાં અલાહાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે લગ્નનું ખોટું વચન આપીને યૌન સંબંધ બાંધવા દુષ્કર્મના ગુનાની શ્રેણીમાં ગણાવવું જોઈએ. હાઈકોર્ટે તે અંગે કાયદો ઘડવાની વાત પણ કરી હતી. 

Share: