ટોક્યોના દંગલમાં બજરંગ પુનિયાએ દેખાડ્યો રંગ, ઈરાનના પહેલવાનને 2-1થી હરાવીને સેમીફાઈનલમાં પહોંચ્યા

ટોક્યોના દંગલમાં બજરંગ પુનિયાએ દેખાડ્યો રંગ, ઈરાનના પહેલવાનને 2-1થી હરાવીને સેમીફાઈનલમાં પહોંચ્યા


– 2019માં બજરંગે વિશ્વ ચેમ્પિયનશીપની 65 કિગ્રા ફ્રીસ્ટાઈલ સ્પર્ધામાં બીજી વખત સિલ્વર મેડલ જીત્યો હતો

નવી દિલ્હી, તા. 06 ઓગષ્ટ, 2021, શુક્રવાર

સ્ટાર રેસલર બજરંગ પુનિયાએ ટોક્યો ઓલમ્પિકમાં પોતાના અભિયાનની શરૂઆત વિજય સાથે કરી છે. તેમણે પ્રી-ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં અરનાજર અકમાતાલિવને હરાવ્યો છે. ત્યાર બાદ ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં તેમણે ઈરાનના પહેલવાનને હરાવ્યો હતો અને આ જીત સાથે જ સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે અને તેઓ મેડલથી એક જીત દૂર છે. 

ટોક્યો ઓલમ્પિક પોતાના અંતિમ ચરણમાં છે અને રમતોના આ મહાકુંભનો આજે 15મો દિવસ છે. ભારત માટે આ દિવસ ખૂબ મહત્વનો બનવાનો છે. સ્ટાર રેસલર બજરંગ પુનિયાએ આજે પોતાના અભિયાનની શરૂઆત કરી છે અને તેઓ મેડલના દાવેદાર છે. તેઓ 65 કિગ્રા ભાર વર્ગમાં ભારતનો પડકાર દર્શાવી રહ્યા છે. તેના પહેલા મહિલા રેસલર સીમા બિસ્લા પ્રી-ક્વાર્ટર મુકાબલો હારી ગઈ હતી. 

પુરૂષોની ફ્રી સ્ટાઈલ 65 કિગ્રામાં બજરંગ પુનિયાએ કિર્ગિસ્તાનના પહેલવાન અરનાજર અકમાતાલિવને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. હવે તેમને મુકાબલો ઈરાનના પહેલવાન ઘિયાસી ચેકા મુર્તજા સામે થશે. બજરંગ પુનિયાએ પહેલા દોરમાં શાનદાર શરૂઆત કરી છે. 

દેશને બજરંગ મેડલ મેળવશે તેવી આશા છે. 2019માં બજરંગે વિશ્વ ચેમ્પિયનશીપની 65 કિગ્રા ફ્રીસ્ટાઈલ સ્પર્ધામાં બીજી વખત સિલ્વર મેડલ જીત્યો હતો અને ટોક્યો ઓલમ્પિક માટે ક્વોલીફાઈ કર્યું હતું. 

Share: