UNSC: ભારત 9 ઓગસ્ટએ યોજશે વર્ચ્યુઅલ ડિબેટ, બેઠકની અધ્યક્ષતા PM મોદી કરશે

UNSC: ભારત 9 ઓગસ્ટએ યોજશે વર્ચ્યુઅલ ડિબેટ, બેઠકની અધ્યક્ષતા PM મોદી કરશે

નવી દિલ્હી, 5 ઓગસ્ટ 2021 ગુરૂવાર

ભારત ઓગસ્ટ 2021 દરમિયાન યુએન સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કરી રહ્યું છે. આવી સ્થિતિમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ભારતના કાર્યકાળ દરમિયાન યોજાનારા કાર્યક્રમો વિશે માહિતી આપી છે. તેમણે એ પણ જણાવ્યું કે, પહેલીવાર ભારતના વડાપ્રધાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યોજાનારી બેઠકની અધ્યક્ષતા કરશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ માહિતી આપી

તેમણે કહ્યું કે અધ્યક્ષતાનાં મહિના દરમિયાન, અમે એક સિગ્નેચર ઇવેન્ટનું આયોજન કરીશું, જેમાં મહત્વની ત્રણ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ત્રણ મુદ્દાઓ એટલે સમુદ્રની સુરક્ષા, શાંતિ અભિયાન અને આતંકવાદનો વિરોધ હશે. તેમણે કહ્યું કે 9 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ ઓપન ડિબેટની અધ્યક્ષતા કરશે. આ ચર્ચાનો મુદ્દો સમુદ્રની સુરક્ષા વધારવાનો રહેશે. ઉપરાંત, ‘આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જાળવણી’ પર પણ ચર્ચા કરવામાં આવશે.

PM મોદી ઈતિહાસ રચશે

અરિંદમ બાગચીનો દાવો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમની અધ્યક્ષતા કરીને ઈતિહાસ રચશે. તેમણે કહ્યું કે આવું પ્રથમ વખત બનશે જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક બેઠકની અધ્યક્ષતા કરશે.

Share: