કેન્દ્ર સરકાર દેશને પૂરતા પ્રમાણમાં રસીનાં ડોઝ આપવામાં નિષ્ફળ રહી છે: નોબેલ વિજેતા અભિજીત બેનર્જી

કેન્દ્ર સરકાર દેશને પૂરતા પ્રમાણમાં રસીનાં ડોઝ આપવામાં નિષ્ફળ રહી છે: નોબેલ વિજેતા અભિજીત બેનર્જી

કોલકાત્તા, 5 ઓગસ્ટ 2021 ગુરૂવાર

નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જીએ કોરોનાની બીજી લહેર દરમિયાન થયેલા હાહાકારને લઈને કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર દેશને પૂરતા પ્રમાણમાં રસીનાં ડોઝ પુરા પાડવામાં નિષ્ફળ રહી છે. અભિજીત બેનર્જીએ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી દ્વારા બોલાવવામાં આવેલી ગ્લોબલ એડવાઇઝરી બેઠક દરમિયાન આ વાત કહી.

આ આખો મુદ્દો શું છે

માહિતી અનુસાર, મમતા બેનર્જીએ કોવિડ -19 ની ત્રીજી લહેર પર ચર્ચા કરવા માટે ગ્લોબલ એડવાઇઝરી બોર્ડની બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જીએ પણ હાજરી આપી હતી. તેમણે કહ્યું, ‘સૌથી મોટી સમસ્યા એ છે કે કેન્દ્ર દેશને પૂરતી સંખ્યામાં રસી આપવા સક્ષમ નથી. જો પૂરતા પ્રમાણમાં રસી હોત, તો આવી બાબતો સામે ન આવી હોત. દેશને અપાયેલા વચન મુજબ અમને રસીઓ મળી નથી.

મમતા બેનર્જીએ પણ કેન્દ્ર સરકારને ઘેરી 

આ બેઠકમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ કેન્દ્ર સરકારને ઘેરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે ગુજરાત, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકને કોરોનાની રસીનો પૂરતો જથ્થો આપવામાં આવી રહ્યો છે. હું લોકો સાથે ભેદભાવ કરતી નથી, પરંતુ બંગાળને વસ્તીનાં પ્રમાણમાં બહુ ઓછી રસી મળી છે. હું કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરું છું કે તેઓ રાજ્યો સાથે ભેદભાવ ન કરે.

Share: