Tokyo Olympic: રવિ દહિયાએ કુસ્તીમાં સિલ્વર મેડલ જીત્યો, PM મોદીએ પાઠવ્યા અભિનંદન

Tokyo Olympic: રવિ દહિયાએ કુસ્તીમાં સિલ્વર મેડલ જીત્યો, PM મોદીએ પાઠવ્યા અભિનંદન

ટોક્યો, 5 ઓગસ્ટ 2021 ગુરૂવાર

રવિ દહિયાએ ઓલિમ્પિકમાં ભારત માટે કુસ્તીમાં સિલ્વર મેડલ જીત્યો છે. તે ગુરુવારે સાંજે ચાલી રહેલી ગોલ્ડ મેડલ મુકાબલામાં રશિયન કુસ્તીબાજને હરાવી શક્યા ન હતા, પરંતુ તે સિલ્વર સાથે ભારત પરત ફરી રહ્યા છે. ભારત અને રવિ દહિયા માટે આ એક મોટી સિદ્ધિ છે.

રવિ દહિયાએ પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો અને મેડલ જીત્યા બાદ પરત ફરી રહ્યા છે. રવિ દહિયા ભલે ગોલ્ડ મેડલ ન મેળવી શક્યા, પરંતુ તેમણે કુસ્તીમાં સુશીલ કુમારના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

2008ની બીજિંગ ઓલિમ્પિકથી જ ભારત કુસ્તીમાં સતત મેડલ જીતી રહ્યું છે. તેમના પહેલા 2012માં લંડન ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારા કુસ્તીબાજ સુશીલ કુમારે આ સિધ્ધી પ્રાપ્ત કરી હતી.

પીએમ નરેન્દ્ર મોદીએ રવિ દહિયાને ઓલિમ્પિકમાં જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું, ‘રવિ કુમાર દહિયા એક ઉત્તમ કુસ્તીબાજ છે. તેમની ફાઇટિંગ સ્પિરિટનો કોઈ જવાબ નથી. તેમને ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતવા માટે શુભકામનાઓ. ભારતને તેમની શાનદાર સિદ્ધિ પર ગર્વ છે.

Share: