×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કુસ્તીબાજ રવિ દહિયાનો આજે કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીતવા માટેનો મુકાબલો


- રવિ દહિયાનો ઓલિમ્પિક સિલ્વર મેડલ નિશ્ચિત : બોક્સર લવલિનાને બ્રોન્ઝ

- ભારતની મહિલા હોકી ટીમનો સેમિ ફાઇનલમાં આર્જેન્ટિના સામે 2-1થી પરાજય હવે બ્રોન્ઝ માટે તક

- રવિ દહિયાનો ગોલ્ડન કુસ્તી જંગ સાંજે 4 વાગ્યાથી  દીપક પુણિયા અને અંશુને પણ બ્રોન્ઝની આશા

ટોક્યો : ભારત માટે ઓલિમ્પિકમાં આજે કુસ્તીબાજ રવિ દહિયાએ ૫૭ કિ.ગ્રા. વર્ગમાં કઝાખસ્તાનના નુરીસ્લામ સનાયેવને સેમિ ફાઇનલમાં હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. એટલે કે તેનો સિલ્વર મેડલ નિશ્ચિત છે. જો કે, આજે તેણે સનાયેવ 'વિક્ટરી બાય ફોલ' પરાજય આપ્યો હતો. સનાયેવ ૯-૨થી નિશ્ચિત વિજય તરફ જઈ રહ્યો હતો ત્યારે તેનો પગનો સ્નાયુ ખેંચાઈ ગયા હતા આમ છતાં પણ તેણે મુકાબલો જારી રાખ્યો હતો પણ રવિ દહિયાએ તેને ડબલ લેગ એટેક સાથે પછાડી દેતાં સનાયેવ ૫૭ સેકંડ બાકી હતી ત્યારે જ નિયત સમયમાં ઉભો નહતો થઈ શકયો.

રવિ દહિયાનો સિલ્વર તો નિશ્ચિત છે તેથી તે સુશીલ કુમાર (૨૦૧૨ ઓલિમ્પિક) પછી બીજો સિલ્વર મેડલ જીતનાર કુસ્તીબાજ તો બની જ ચૂક્યો છે. જો કે ભારતના ચાહકોને શ્રદ્ધા છે કે તે કાલે સાંજે ૪ વાગે ફાઇનલમાં રશિયાના વર્લ્ડ ચેમ્પિયન જીઉર ઉગુએવ સામે ગોલ્ડ મેડલ માટે મુકાબલો કરશે.

કુસ્તીમાં જ ૮૬ કિ.ગ્રા. વર્ગમાં દિપક પુણિયા બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં ઉતરશે. મહિલા કુસ્તીમાં અંશુ મલિકને પણ હજુ તક છે. આ ત્રણેય પરિણામ કાલે બપોરે ૨.૩૦થી ૪.૩૦ વાગ્યા દરમ્યાન આવી જશે.

ભારતની લવલિનાનો મહિલા વેલ્ટર વેઇટ બોક્સિંગની સેમી ફાઇનલમાં ટર્કીની સુરમેનેલી સામે હારી જતા તેને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

મહિલા હોકીની સેમી ફાઇનલમાં આર્જેન્ટિનાએ ૨-૧થી ભારતને હરાવતા હવે ભારતની મહિલા ટીમ પણ પુરૂષની જેમ બ્રોન્ઝ મેળવવા રમશે.

હજુ ભારત માટે ભાલા ફેંકમાં નિરજ ચોપડા તેમજ કુસ્તીમાં બજરંગ પુણીયા અને વિનેશ ફોગટની મેડલની આશા છે.