ભારતે લદ્દાખમાં ચીનની સરહદ નજીક દુનિયાની સૌથી ઉંચી સડકનું નિર્માણ કર્યુ

ભારતે લદ્દાખમાં ચીનની સરહદ નજીક દુનિયાની સૌથી ઉંચી સડકનું નિર્માણ કર્યુ

નવી દિલ્હી, તા. 04 ઓગષ્ટ 2021, બુધવાર

ભારતે લદ્દાખમાં એક નવી ઉંચાઇ મેળવી છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇજેશન (બીઆરઓ)એ અહીં દુનિયાની સૈથી ઉંચી સડક બનાવી છે. આ સડક પૂર્વી લદ્દાખના ઉમલિંગલા પાસમાં આવેલી છે. જેની ઉંચીઇ સમુદ્રની સપાટીથી 19,300 ફૂટ છે. જેની સાથે જ ભારતે બોલિવિયાનો રેકોર્ડ તોડ્યો છે. અત્યાર સુધીમાં દુનિયાની સૌથી ઉંચી સડકનો રેકોર્ડ બોલિવિયાના નામે હતો. બોલિવિયામાં આવેલી સડકની ઉંચાઇ સમુદ્રની સપાટીથી 18,953 ફૂટ છે. જ્યારે ભારતીય સેનાએ આ રેકોર્ડ તોડ્યો છે. રક્ષા મંત્રાલયે બુધવારે તેની જાણકારી આપી છે.

આ સડકની લંબાઇ 52 કિલોમીટર છે અને આ સડક ઉમલિંગલા પાસ થઇને પૂર્વી લદ્દાખના ચુમાર સેક્ટરને જોડે છે. આ સડક સ્થાનિક લોકો માટે ઘણી ફાયદાકારક સાબિત થશે. તેનું કારણ છે કે આ સડક ચિસુમ્લે અને ડેમચોકને પૂર્વી લદ્દાખ સાથે જોડવાનો વૈકલ્પિક રસ્તો બનશે. આ સડક બનવાથી લદ્દાખનો સામાજીક અને આર્થિક વિકાસ થશે. સાથે અહીં પરિવર્તનને પણ પ્રોત્સાહન મળશે. રક્ષા મંત્રાલયને જણાવ્યા પ્રમાણે આ સડકને બનાવવા માટે બીઆરડીઓને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે. 

સડકના નિર્માણ દરમિયાન ખરાબ વાતાવરણ સામે પણ લડવું પડ્યું છે. ઠંડીની ઋતુમાં અહીં માઇનસ 40 ડિગ્રી તાપમાન હોય છે. સાથે જ સામાન્ય જગ્યા પર પણ ઓક્સિજન લેવલમાં 50 ટકાનો ઘટાડો થાય છે. રક્ષા મંતરાલયના જણાવ્યા પ્રમાણે બીઆરડીઓએ આ ઉપલબ્ધિ ખરાબ વાતાવરણનો સામનો કરીને પ્રાપ્ત કરી છે. જો ઉંચાઇની વાત કરીએ તો આ સડક નેપાળમાં આવેલી માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ કરતા પણ વધરે ઉંચાઇ પર આવેલી છે. નેપાલમાં માઉન્ટ એવરેસ્ટનો દક્ષિણી બેઝ કેમ્પ 17,598 ફૂટની ઉંચાઇ પર આવેલો છે. જ્યારે તિબેટનો ઉત્તરી બેઝ કેમ્પ 16,900 ફૂટની ઉંચાઇ પર આવેલો છે. જ્યારે આ સડકની ઉંચાઇ 19300 ફૂટની છે.

Share: