ટોક્યો ઓલમ્પિક્સઃ ભારતીય પહેલવાન દેખાડી રહ્યા છે દમ, રવિ કુમાર સેમીફાઈનલમાં, દીપક પણ આગળ

ટોક્યો ઓલમ્પિક્સઃ ભારતીય પહેલવાન દેખાડી રહ્યા છે દમ, રવિ કુમાર સેમીફાઈનલમાં, દીપક પણ આગળ


– મહિલા મુક્કેબાજ લવલીના બોરગોહેન (69 કિગ્રા) ટોક્યો ઓલમ્પિકમાં પહેલેથી જ પદક સુરક્ષિત કરી ચુકી છે. 

નવી દિલ્હી, તા. 04 ઓગષ્ટ, 2021, બુધવાર

ટોક્યો ઓલમ્પિકનો આજે 13મો દિવસ છે. ભારતીય પહેલવાનો સારૂં પ્રદર્શન કરી રહ્યા છે. રવિ કુમાર અને દીપક પૂનિયાએ સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. તેના પહેલા સ્ટાર જૈવલિન થ્રોઅર નીરજ ચોપડાએ શાનદાર પ્રદર્શન સાથે ફાઈનલમાં જગ્યા બનાવી હતી. નીરજે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 86.65 મીટર દૂર ભાલો ફેંક્યો હતો અને તે પ્રદર્શન બાદ તેમના પાસેથી મેડલની અપેક્ષા વધી ગઈ છે. 

આજે મહિલા હોકી ટીમનો સેમીફાઈનલ મુકાબલો પણ છે. ટીમ પહેલા જ ઈતિહાસ રચી ચુકી છે અને હવે તેનું લક્ષ્ય ટોક્યો ઓલમ્પિક ગેમ્સની સેમીફાઈનલમાં આર્જેન્ટીનાને હરાવીને પોતાની ઉપલબ્ધિઓને શિખર પર પહોંચાડવાનું છે. ટોક્યો ઓલમ્પિકના 13મા દિવસે મહિલા હોકી ટીમ ફાઈનલમાં જગ્યા બનાવવા ઉતરશે. 

મહિલા મુક્કેબાજ લવલીના બોરગોહેન (69 કિગ્રા) ટોક્યો ઓલમ્પિકમાં પહેલેથી જ પદક સુરક્ષિત કરી ચુકી છે. જોકે બુધવારે તે તુર્કીની વર્તમાન વિશ્વ ચેમ્પિયન બુસેનાજ સુરમેનેલી સામે જીતીને ફાઈનલમાં પહોંચનારી પહેલી ભારતીય મુક્કેબાજ બનવા પ્રયત્ન કરશે. 

Share: