×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં આજે કોરોનાનાં 17 કેસ, 42 દર્દીઓ સાજા થયા, રિકવરી રેટ 98.75

ગાંધીનગર, 3 ઓગસ્ટ 2021 મંગળવાર 

રાજ્યમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાનાં નવા 17 કેસ નોંધાયા છે. દરમિયાન 42 દર્દીઓને રજા આપવામાં આવી છે. જેને પગલે રિકવરી રેટ 98.75 ટકા થયો છે. હાલ કુલ 226 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 221 દર્દીઓની હાલત સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,637 લોકો ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે આજે એક પણ દર્દીનું મોત થયું નથી. તેથી કુલ મૃત્યુઆંક 10076 પર સ્થિર છે. રાજ્યનો રિકવરી રેટ 98.75 ટકા થયો છે. 

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 2, આણંદ 1, જામનગર 1, જૂનાગઢ 1, મહેસાણા 1, નવસારી 1, પાટણ 1, વડોદરા 1 કેસ નોંધાયો છે. 

જો કે રાજ્યનાં આ જિલ્લાઓમાં આજે એક પણ કેસ નોંધાયો નથી, જેમાં અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન,બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહિસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડનો સમાવેશ થયો છે.

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 171 લોકોને પ્રથમ ડોઝ અને 4525 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 45 થી વધારેની ઉંમરના 81,989 નાગરિકોને રસીનો પ્રથમ અને 39,558 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 18-45 વર્ષના નાગરિકોને 1,85,965 દર્દીઓને રસીનો પ્રથમ જ્યારે 30979 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 3,43,187 નાગરિકોનું આજના દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 3,44,19,588 ડોઝ લગાવવામાં આવ્યા છે.