×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં આજે કોરોનાનાં 22 કેસ, 25 દર્દી સાજા થયા,રિકવરી રેટ 98.75 ટકા

ગાંધીનગર, 2 ઓગસ્ટ 2021 સોમવાર 

રાજ્યમાં કોરોના સંક્રમણ સતત ઘટી રહેલું જણાય છે, સરકારી આંકડા પણ આ બાબતનું સમર્થન કરે છે, આજે માત્ર 22 કેસ નોંધાયા છે. જ્યારે રાહતજનક સમાચાર એ છે કે આજે પણ એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી. વળી આજે 25 દર્દીઓને રજા આપવામાં આવી છે. 

રાજ્ય કુલ 251 એક્ટિવ કેસ છે. અને 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે. હાલ 247 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,14,595 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે, અને કુલ મૃત્યુઆંક 10076 છે, જ્યારે રિકવરી રેટ 98.75 ટકા થયો છે. 

રાજ્યનાં વિવિધ જિલ્લા અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે વડોદરામાં 9, અમદાવાદમાં 8, સુરતમાં 2 કેસ, રાજકોટ, જૂનાગઢ, આણંદમાં 1-1 કેસ નોંધાયા છે. 

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 116 લોકોને રસીનો પ્રથમ અને 5394 લોકોને રસીનો આજે બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત 18-45 વર્ષનાં 68,895 નાગરિકોને રસીનો પ્રથમ અને 50,602 દર્દીઓને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે.

18-45 વર્ષના 19,7841 દર્દીઓને કોરોનાની રસીનો પ્રથમ અને 26251 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ આજે કુલ 3,49,099 રસીના ડોઝ એક જ દિવસમાં અપાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,40,76,401 રસીના ડોઝ લગાવવામાં આવ્યા છે.