ગુજરાતમાં આજે કોરોનાનાં નવા 21 કેસ, 29 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રિકવરી રેટ 98.75 ટકા

ગુજરાતમાં આજે કોરોનાનાં નવા 21 કેસ, 29 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રિકવરી રેટ 98.75 ટકા

ગાંધીનગર, 30 જુલાઇ 2021 શુક્રવાર

રાજ્યમાં કોરોનાનાં સરકારી આંકડા જોતા બીજી લહેર હવે સમાપ્ત થતી જણાય છે, આજે કોરોનાના નવા 21 કેસ નોંધાયા છે. જ્યારે 29 દર્દીઓને રજા આપવામાં આવી છે. આનંદની વાત એ છે કે છેલ્લા ઘણા દિવસોથી કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. આજે પણ મૃત્યુઆંક શુન્ય છે, તેથી કુલ મૃત્યુઆંક 10076 પર સ્થિર છે, 

રાજ્યમાં કુલ 260 એક્ટિવ કેસ  છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 255 દર્દીઓની હાલત સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,514 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ 98.75 ટકા છે. 

રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે જેમ કે અમદાવાદ કોર્પોરેશનમાં 5, વડોદરા કોર્પોરેશનમાં 3, ભરુચ 2, જૂનાગઢ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, અમરેલી 1, આણંદ 1,  દાહોદ 1, ગીર સોમનાથ 1, જૂનાગઢ 1, મોરબી 1,  વડોદરા 1  કેસનો સમાવેશ થાય છે. 

રાજ્યનાં કેટલાક જિલ્લાઓમાં આજે એક પણ કેસ નોંધાયો નથી, જેમાં અમદાવાદ,અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, જામનગર કોર્પોરેશન, ખેડા, કચ્છ,  મહિસાગર, મહેસાણા, નર્મદા, નવસારી,  પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડ જિલ્લો મુખ્ય છે.

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 133 લોકોને પ્રથમ અને 6961 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારે ઉંમરના 66532 લોકોને રસીનો પ્રથમ અને 52139 લોકોને રસીનો બીજો ડોઝ લગાવ્યો છે. 18-45 વર્ષના 190462 લોકોને રસીનો પ્રથમ અને 27515 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો. આ પ્રકારે રાજ્યમાં આજે કુલ 3,43,742 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં ગુજરાતનાં કુલ 3,29,58,203 લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે. 

Share: