વિદેશ પ્રવાસ કરવા માંગતા લોકોએ હજુ રાહ જોવી પડશે, જાણો DGCA નો નિર્ણય

વિદેશ પ્રવાસ કરવા માંગતા લોકોએ હજુ રાહ જોવી પડશે, જાણો DGCA નો નિર્ણય

નવી દિલ્હી, 30 જુલાઇ 2021 શુક્રવાર

 કોરોનાવાયરસ રોગચાળાને કારણે ડિરોક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ભારતમાં શિડ્યુલ આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઇટ્સનાં આવાગમન પર પ્રતિબંધ 31 ઓગસ્ટ 2021 સુધી વધાર્યો છે. આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ઓલ-કાર્ગો ઓપરેશન્સ અને ખાસ કરીને ઉડ્ડયન નિયમનકાર દ્વારા મંજૂર ફ્લાઇટ્સ પર લાગુ થશે નહીં. પસંદગીના દેશો સાથે દ્વિપક્ષીય એર બબલ કરાર હેઠળ સંચાલિત ફ્લાઇટ્સ ચાલુ રહેશે.

ગયા વર્ષે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લગાવવામાં આવ્યા પછીથી આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ પેસેન્જર ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી છે. પરંતુ મે 2020 થી વંદે ભારત મિશન હેઠળ વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઉડાન ભરી રહી છે. વંદે ભારત મિશન વિદેશમાં ફસાયેલા મુસાફરોને પરત લાવવા માટે ચલાવવામાં આવ્યું છે અને ઘણા દેશો સાથે એર બબલ કરાર પણ કરવામાં આવ્યો હતો.

એરપોર્ટ પર અને મુસાફરી દરમિયાન નિયમોનું પાલન કરવું ફરજિયાત 

તાજેતરમાં, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ કહ્યું કે તમામ એરપોર્ટ ઓપરેટરોએ ખાતરી કરવી જ પડશે કે લોકો એરપોર્ટ પર અને મુસાફરી દરમિયાન માસ્ક યોગ્ય રીતે પહેરે છે. આ સાથે, જ એરપોર્ટ પરિસરમાં સલામત શારીરિક અંતર પણ જાળવવું પડશે. DGCAએ એરલાઇન્સને અચાનક તપાસ કરવાની પણ સુચના આપી છે. જો એરલાઇન્સ વિમાનની અંદર નિયમોનું પાલન સુનિશ્ચિત કરવામાં અસમર્થ હોય તો તેને દંડ પણ થઇ શકે છે. વળી, જો કોઈ વ્યક્તિ વારંવાર ચેતવણી આપવા છતાં નિયમોનું પાલન નહીં કરે તો તેને ‘અનિયંત્રિત મુસાફર’ તરીકે ગણવામાં આવશે.

Share: