સંસદનું ચોમાસુ સત્ર: 7 દિવસમાં માત્ર 12 કલાક ચાલી સંસદ, 53.85 કરોડ રૂપિયા થયા બરબાદ

સંસદનું ચોમાસુ સત્ર: 7 દિવસમાં માત્ર 12 કલાક ચાલી સંસદ, 53.85 કરોડ રૂપિયા થયા બરબાદ

નવી દિલ્હી, 29 જુલાઇ 2021 ગુરૂવાર

ચોમાસુ સત્રનું બીજુ સપ્તાહ પુરૂ થવામાં છે, પરંતું સંસદમાં સતત હંગામો ચાલી રહ્યો છે, પેગાસસ જાસુસી કાંડ પર ચર્ચાની માંગ અંગે વિપક્ષ કટિબધ્ધ છે, ત્યાં સરકારનું વલણ તેનાથી વિપરીત છે.

19 જુલાઇએ શરૂ થયેલા ચોમાસુ સત્રમાં 9 દિવસ જ કામકાજ થયું છે, છેલ્લા 7 દિવસની કાર્યવાહીની વાત કરે તો, લોકસભા 4 કલાક અને રાજ્ય સભા માત્ર 8.2 કલાક જ ચાલી શકી છે, જ્યારે લોકસભાનાં 38 કલાક અને રાજ્ય સભાનાં 33.8 કલાક બરબાદ થયા છે.

આ દરમિયાન બંને ગૃહો ચલાવવા પાછળ 53.85 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે, સંસદનાં બંને ગૃહોની કાર્યવાહી પાછળ પ્રતિ કલાક લગભગ અઢી લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે.  

Share: