Pornography case: મુંબઇ સેશન્સ કોર્ટે શર્લિન ચોપરાની આગોતરા જામીન અરજી ફગાવી

Pornography case: મુંબઇ સેશન્સ કોર્ટે શર્લિન ચોપરાની આગોતરા જામીન અરજી ફગાવી

મુંબઇ, 29 જુલાઇ 2021 ગુરૂવાર

પોર્નોગ્રાફી રેકેટ કેસમાં એક મોટું અપડેટ બહાર આવ્યું છે. મુંબઇ સેશન્સ કોર્ટે અભિનેત્રી શર્લિન ચોપરાની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. પોલીસે કોર્ટમાં જણાવ્યું છે કે, શર્લિન ચોપરા પોર્ન રેકેટ કેસ સાક્ષી છે. આથી જ તેને આ કેસમાં પોલીસ સમન્સ પાઠવ્યું છે.

પોર્નોગ્રાફી રેકેટ કેસમાં ઉદ્યોગપતિ રાજ કુંદ્રા પહેલાથી જ જેલનાં સળિયા પાછળ છે. પોલીસે આ કેસમાં પોતાનું નિવેદન નોંધવા માટે શર્લિન ચોપરાને સમન્સ પાઠવ્યું છે. ત્યારથી, શર્લિનને તેની ધરપકડનો ભય સતાવી રહ્યો હતો. આને કારણે, શર્લિનએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેને હવે કોર્ટે ફગાવી દીધી છે. શર્લિન વતી, તેના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે અભિનેત્રી ધરપકડથી ડરતી નથી, તે ફક્ત પોતાનો બચાવ કરી રહી છે.

મુંબઈ ક્રાઈમ બ્રાંચના પ્રોપર્ટી સેલ દ્વારા શર્લિન ચોપડા સાથે ગેહના વશિષ્ઠને પણ બોલાવવામાં આવી હતી. બંને અભિનેત્રીઓ પોલીસ સમક્ષ હાજર થઇ નથી. બંનેએ થોડા વધુ દિવસો માંગ્યા છે. શર્લિન ચોપડા પોલીસ સમક્ષ જુબાની આપવાનું ટાળી રહી છે, પરંતુ શર્લિન મીડિયાની સામે રાજ કુંદ્રા ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે. શર્લિને  દાવો કર્યો છે કે રાજ કુંદ્રાએ જ તેને એડલ્ટ ફિલ્મોના બિઝનેશમાં ધકેલી છે. 

શર્લિનના જણાવ્યા મુજબ રાજે તેને એડલ્ટ કન્ટેન્ટમાં કામ કરવાનું કહ્યું હતું. પહેલા તેને એક રોલની ઓફર કરવામાં આવી, પછીથી તેને એડલ્ટ કન્ટેન્ટ બનાવવાનું કહ્યું. શર્લિને પોતાને પોર્નોગ્રાફી રેકેટનો શિકાર ગણાવી છે. શર્લિનનો આરોપ છે કે રાજે તેને તેની હોટશોટ એપ માટે શૂટ કરવાની અપીલ કરી હતી. જોકે, શર્લિન ચોપરાએ આ માટે ના પાડી હતી.

Share: