×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોદી સરકારનો મહત્વનો નિર્ણયઃ મેડિકલ કોર્સીઝમાં OBCને 27%, EWSને 10% અનામત


- આ સ્કીમ 2021-22ના સત્રથી શરૂ થશે

નવી દિલ્હી, તા. 29 જુલાઈ, 2021, ગુરૂવાર

મેડિકલના અભ્યાસ માટે ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. તેમાં અન્ય પછાત જાતિઓ (ઓબીસી) અને આર્થિક રીતે નબળા વર્ગ (ઈડબલ્યુસી) માટે અનામત લાગુ કરવાની જાહેરાત થઈ છે. તેમાં અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ/ડેન્ટલ કોર્સ (MBBS / MD / MS / Diploma / BDS / MDS) માટે OBCને 27% અને EWS ક્વોટાવાળાને 10 ટકા અનામત મળશે. ઓલ ઈન્ડિયા ક્વોટા સ્કીમ (AIQ) અંતર્ગત તેનો લાભ મળશે. આ સ્કીમ 2021-22ના સત્રથી શરૂ થશે. 

જાણવા મળ્યા મુજબ આશરે 5,550 વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે. કેન્દ્ર સરકારે પહેલેથી જ પછાત વર્ગો અને EWSને અનામતનો લાભ આપવા માટે પ્રતિબદ્ધતા જાહેર કરી હતી. વડાપ્રધાન મોદીએ તેને લાગુ કરવા માટે થોડા દિવસો પહેલા જ રિવ્યુ બેઠક પણ કરી હતી. ઘણાં લાંબા સમયથી OBCને ઓલ ઈન્ડિયા ક્વોટા અંતર્ગત અનામત આપવાની માગણી થઈ રહી હતી. વડાપ્રધાન મોદીએ 26 જુલાઈના રોજ રિવ્યુ બેઠકમાં તેનું જલ્દી સમાધાન શોધવા પણ વાત કરી હતી. 

ઉલ્લેખનીય છે કે, NDAના અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના સાંસદોના એક પ્રતિનિધિ મંડળે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. તેમણે અખિલ ભારતીય ચિકિત્સા શિક્ષા ક્વોટામાં ઓબીસી અને આર્થિક રીતે પછાત (ઈડબલ્યુએસ) વર્ગના ઉમેદવારોને માટે અનામત લાગુ કરવા માગણી કરી હતી.