કર્ણાટક સીએમ તરીકે એન્જિનિયરિંગના સ્નાતક અને RSS પ્રચારક બી એલ સંતોષનુ નામ સૌથી આગળ

કર્ણાટક સીએમ તરીકે એન્જિનિયરિંગના સ્નાતક અને RSS પ્રચારક બી એલ સંતોષનુ નામ સૌથી આગળ

કર્ણાટક,તા.27 જુલાઈ 2021,મંગળવાર

કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે યેદિયુરપ્પાની વિદાય બાદ હવે આ રાજ્યમાં ભાજપ કોને સીએમ બનાવે છે તેના પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.

આ રેસમાં હવે બી એલ સંતોષનુ નામ આગળ હોવાની અટકળો શરૂ થઈ છે. સૂત્રોના કહેવા પ્રમાણે બીએલ સંતોષનુ નામ પહેલેથી જ નક્કી છે. 54 વર્ષીય સંતોષ એન્જિનિયરિંગના સ્નાતક છે અને આરએસએસના પ્રચારક પણ રહી ચુકયા છે. તેમણે કર્ણાટકમાં ભાજપના મહાસચિવ તરીકે કામ કર્યુ છે.

એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે સંતોષ દરેક વિધાનસભા મત વિસ્તારના કાર્યકરોને નામથી ઓળખે છે. કારણકે તેમણે ભાજપના સંગઠનમાં વર્ષો સુધી કામ કર્યુ છે.

પાર્ટીમાં તેમના નામને લઈને બળવો ના થાય તે માટે બી એલ સંતોષ પોતે પાર્ટીના નેતાઓના સંપર્કમાં છે. ભાજપ દ્વારા સીએમની સાથે સાથે ચાર ડેપ્યુટી સીએમ બનાવવા માટે પણ વિચાર થઈ રહ્યો છે.

Share: