ગુજરાતમાં કોરોનાનાં 31 નવા કેસ, 49 દર્દી સાજા થયા, રિકવરી રેટ 98.74 ટકા

ગુજરાતમાં કોરોનાનાં 31 નવા કેસ, 49 દર્દી સાજા થયા, રિકવરી રેટ 98.74 ટકા

ગાંધીનગર, 26 જુલાઇ 2021 સોમવાર

કોરોના વાયરસની ત્રીજી લહેરની આશંકા છેલ્લા ઘણા સમયથી વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે આજે રાજ્યમાં માત્ર 31 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 49 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. જો કે રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાનાં કારણે એક પણ દર્દીનું મોત થયુ નથી. જ્યારે કુલ મૃત્યુંઆંક 10,076 પર સ્થિર છે. અત્યાર સુધીમાં કુલ 8,14,356 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં હાલ કુલ 312 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અને રિકવરી રેટ 98.74 ટકાએ પહોંચ્યો છે

રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે અમદાવાદ કોર્પોરેશન 9, સુરત કોર્પોરેશન 3, વડોદરા કોર્પોરેશન 3, દાહોદ 2, જામનગર કોર્પોરેશન 2, સુરત 2, વડોદરા 2, અમરેલી 1, દેવભૂમિ દ્વારકા 1, ગાંધીનગર કોર્પોરેશન 1, જામનગર 1, જૂનાગઢ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, ખેડા 1, કચ્છ 1 કેસ નોંધાયા છે.

રાજ્યમાં કેટલાક જિલ્લાઓ એવા પણ છે જ્યાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી, જેમાં અમદાવાદ,આણંદ,  અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, ગાંધીનગર, ગીર સોમનાથ,  મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડનો સમાવેશ થાય છે.

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે 1,75,971 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 93 હેલ્થ વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ, 4728 હેલ્થ વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને બીજો ડોઝ, 45 વર્ષથી મોટા 22999ને પ્રથમ ડોઝ, 45 વર્ષથી મોટા 33796ને બીજો ડોઝ, 18-45 વર્ષના 67698ને પ્રથમ ડોઝ અને 18-45 વર્ષના 46657ને બીજો ડોઝ અપાયો હતો. આ સાથે જ રાજ્યમાં કુલ રસીકરણનો આંક 3,18,06,252 પર પહોંચ્યો છે. 

Share: